Sparsh Hardik - (28 August 2025)લાખો કા સાવનને અવગણીને દો ટકિયા કી નોકરીમાં ઘસાતા અને બાઇક જેટલું જ ડ્રિમ જોઈને પણ એ સાકાર કરી ન શકતા મધ્યમ વર્ગના યુવાનની મધ જેવી મીઠી પ્રણયકથા! શરૂઆતમાં ‘ચશ્મીસ’ મેઘના સાથે સાર્થકની એકતરફી પ્રણયચેષ્ટા વાચવી ખૂબ ગમી. મેઘનાનું સકારાત્મક અને આદર્શવાદી ચરિત્રલેખન સરસ છે. વાર્તાના પ્રવાહમાં તણાતાં જવાય છે અને લગભગ અડધે સુધી કથામાં કોઈ સંઘર્ષ કે વળાંકની શક્યતા દેખાતી નથી. જીવન પણ આવી જ રીતે ચાલતું હોત તો કેવું સારું, એવો વિચાર પણ સ્ફુરે છે! સંઘર્ષની પાતળી તરાડ દેખાવા લાગે છે ત્યારે સમજાય છે કે બંને પાત્રોની જીવનદૃષ્ટિ અને વલણનો અહીં ટકરાવ થવાનો છે. સુંદર ક્ષણે વાર્તા અંત પામીને સંતોષ આપી જાય છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ સર…
11
સાગર પ્રજાપતિ - (23 August 2025)વાહ......રૂપેશભાઈ વાહ.... એકદમ સરળ અને ભાવવાહી વર્ણનમાં આલેખાયેલ વાર્તા હ્નદયને સ્પર્શી ગઈ. વાર્તા પરથી જૂનું હિન્દી ગીત યાદ આવી ગયું. "તેરા સાથ હૈ તો મુઝે ક્યા કમી હૈ " સ્પર્ધા માટે શુભકામનાઓ 🎉💐