હું મિત્રા શેઠ, વાંચન નો શોખ વધુ ધરાવું છું. સાથે સાથે વાર્તા, ધારાવાહિક, નવલકથા અને નાની મોટી શાયરી કે ગઝલ લખવાનો પ્રયત્ન કરું છું..
Book Summary
અનરાધાર વરસતા વરસાદની એક સાંજમાં જ્યાં વાતાવરણ ભીનું છે, ભીની માટીની સોડમ હજીપણ રેલાય છે ત્યાં પહેલીવાર ગામડાનું જીવન જીવવા આવી ચડેલી અનાયા હૃદયમાં ભાવનાઓનું ઘોડાપુર અને પ્રેમમાં થયેલો વિરહ લઈને પાંજરા ગામમાં આવી હતી. જ્યાં તેણી ઊભી હતી એની સામેજ એક ભૂતિયા મકાન છે, જ્યાં એક પ્રેમકથાનો અધ્યાય હજુ અધૂરો છે, હજુ રહસ્યમય છે, જે દરેક વરસાદમાં ઘૂંટાય છે.. એ બાજુ જતા લોકો હજુ પણ ડરે છે કારણકે ત્યાં જનાર કોઈ જીવતા પાછા નથી આવતા. તો આવો જોઈએ શું છે રહસ્ય અને શું એ પ્રેમકથાનો અધુરો અધ્યાય પૂરો થશે!!!! આવો જોઈએ આપડે......