કવિ કાલિદાસના ખંડ કાવ્ય "મેઘદૂત"ની જેમ આજે પણ પ્રકૃતિ દ્વારા પ્રેમિકાને પ્રેમનો સંદેશો આપવો શક્ય છે? એ શક્ય ત્યારે બને જ્યારે યક્ષ જેવો પ્રેમી હોય અને વાદળ જેવો દૂત હોય. વરસાદની મોસમ હોય અને વિરહની વેદના હોય. જો નિર્મળ પ્રેમ હોય તો દુનિયાની કોઈ તાકાત પ્રેમીઓને મળતાં અટકાવી શકતી નથી. મેઘદૂત એટલે અશક્યને શક્ય કરતી પ્રેમ કથા.