Sparsh Hardik - (28 August 2025)સુંદર લાગણીભીની વાર્તા. સરલાનું જગત ધીમે ધીમે શેરીમાંથી ફળિયામાં અને અંતે ઘરમાં સંકોચાઈને રહી જાય, એ શરૂઆત ઘણી કલાત્મક. વાર્તા બે હિસ્સામાં વહેંચાઈ ગયેલી જણાય છે. પ્રથમ હિસ્સો સરલાના વ્યક્તિ સ્વાતંત્રને આડે આવતી રૂઢિને દર્શાવે છે, જે એને લગ્ન કરવા દબાણ કરે છે. બીજો હિસ્સો મનહર સાથે સુખદ લગ્નજીવન વિતે અને સરલા પાસે અંતે મધુર યાદો બચે, એના પર કેન્દ્રિત છે. બંને હિસ્સા વચ્ચે સ્પષ્ટ સંધાન મળતું નથી. સરલાનું મનોજગત સ્પષ્ટ કરીને એ સંધાન કરી શકાયું હોય. લગ્ન પહેલાં તેને પોતાનું સ્વાતંત્ર ખોવાઈ જવાનો જે ડર હોય એ મનહરના સ્વભાવને કારણે ખોટો પડે અને સરલાને વરસાદી પળોનો આનંદ માણવા એક યોગ્ય જીવનસાથી મળે, એવું દર્શાવી શકાયું હોય. એકંદરે મજાની વાર્તા. સ્પર્ધા માટે શુભેચ્છાઓ સર…
10
રાજેન્દ્ર સોલંકી - (28 August 2025)સરસ સુંદર વાર્તા, સ્પર્ધા માટે શુભામનાઓ.
સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે.
આકાશવાણી આમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસરિત થતાં રહે છે.
Book Summary
આ વાર્તા સરલાની છે. એને વરસાદમાં ભીંજાવું બહું જ ગમે. એ દર ચોમાસે ભીંજાતી રહી. અને એક ચોમાસુ એવું આવ્યું કે...