Rupesh dalal - (19 August 2025)બારિશ-પગલું.. અદ્ભૂત કલ્પના શક્તિ સાથે લખાયેલી અફલાતૂન વાર્તા. શું સાચે જ ભવિષ્યનું જગત પાણીની બુંદો માટે પણ તરસી જશે..? વિચારીને પણ કમકમાં આવી જાય છે. જોકે તમારી વાર્તા વાંચ્યા પછી મેં સ્પર્ધાના નિયમો પર એક નજર દોડાવી. નિયમ પ્રમાણે આ સ્પર્ધાની વાર્તાઓમાં પ્રેમ, લાગણી, વિરહ, વેદના દર્શાવવો જરૂરી હતો. ટૂંકમાં કહીએ તો ભાવજગત કેન્દ્ર સ્થાને હોવું જરૂરી છે. જયારે તમારી વાર્તા સાયન્સ કે પછી ફ્યુચર ફિક્શન બેઝડ કહી શકાય. ઇન્ફેક્ટ, તમે વચ્ચે વચ્ચે ઈમોશન્સ અને ફીલિંગ્સનો મસાલો ભભરાવવાના પ્રયત્નો પણ કર્યા જ છે. ખેર, આ વાત નિર્ણાયકો પર છોડીને કહું તો ઓવરઓલ એક અદ્ભૂત, અફલાતૂન વાર્તા.. અભિનંદન 💐💐સ્પર્ધા માટે શુભેચ્છાઓ 💐💐
12
Bharat Chaklasiya - (18 August 2025)વાહ ભાઈ...કલ્પના પણ અનેરી..ને મરિયમ ઉનેસ્તો પણ નવીન! કેમેસ્ટ્રી ભણ્યા હતા એ વખતે ઉદીપક આવતો. પ્રક્રિયામાં ભાગ ન કે પણ એની હાજરી વગર પ્રક્રિયા જ ન થાય એવી ચીજ! સરસ યાદ દેવડાવી.. આવી વૈજ્ઞાનિક વાર્તાઓ પર હાથ સારો બેઠો છે હો.
11
अनला बापट - (17 August 2025)કલ્પના બહુજ સારી છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ
11
રાજેન્દ્ર સોલંકી - (17 August 2025)ભવિષ્યમાં કદાચ આવું બને પણ ખરું. સરસ કલ્પના દોડાવી. સ્પર્ધા માટે શુભકામનાઓ.
11
Shama Merchant - (17 August 2025)મસ્ત આધુનિક અને અનોખી વાર્તા. ફક્ત એક વાત કહીશ, જ્યાં જરૂરત નહોતી, ત્યાં પણ વધારે પડતા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થયો છે. બાકી, ખૂબ સરસ. આપને ખૂબ ખૂબ અભિનંદન 💐💐