Rupesh dalal - (19 August 2025)વાર્તા સુંદર છે. પણ તટસ્થ પ્રતિભાવ આપવાની કોશિશ કરું તો એક સુંદર શરૂઆત પછી વાર્તા કોઈ અલગ જ દિશામાં ફન્ટાઈ ગઈ છે. પહેલી વાત તો એ કે આપે નાયિકાને ડોક્ટર બતાવી છે. એક ડોક્ટરની સામે આવા શ્રાપની વાત કરો તો એ માનશે જ નહીં. એના કરતાં તમે નાયક સૂરજને થેલેસેમિયા જેવી કોઈ ગંભીર બીમારીને લઈને પ્રેમિકાથી દૂર થઈ જતો દર્શાવ્યું હોત તો એ વધુ તર્કબદ્ધ લાગતે. જોકે આ ફક્ત મારો અંગત અભિપ્રાય છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ 💐💐
11
Patel Kanu - (19 August 2025)આ વરસાદની ધીમી ધારમાં ધીમે ધીમે પાંગતા અને છેલ્લે મુશળધારમાં પરિવર્તિત થતા વરસાદ જેવી રચના માટે ખૂબ શુભેચ્છાઓ.🙏👌🙏
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો લેખક સુષુપ્ત અવસ્થામાં રહ્યો જે ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યા પછી જાગ્યો. ભલે હું નંબર ૧ ન બની શકું પણ હું મારા લેખનની એક છાપ સાહિત્યમાં જરુર છોડીશ.