Sparsh Hardik - (28 August 2025)કિશોર વયના રાધાકિશનના અપૂર્ણ પ્રેમનો પક્વ વયે સુંદર અંત આવ્યો. વાર્તામાં સંવાદોની માત્રા અધિક છે અને વર્ણન જોઈએ એટલું પૂરતું નથી. અંતે નિર્ણાયક ક્ષણોમાં કિશન અને રાધાનું મનોજગત વ્યક્ત કરીને વાચકને લાગણીથી ભીંજવી દેવાનો અવકાશ હતો. અંત સારો છે પણ પ્રભાવક રીતે રજૂ થયેલો નથી. છતાં એકંદરે સરસ વાર્તા. સ્પર્ધા માટે શુભેચ્છાઓ સર…
11
રાજેન્દ્ર સોલંકી - (28 August 2025)મીઠી મધુરી વાર્તા, સ્પર્ધા માટે શુભકામનાઓ.
મને બાળપણથી જ વાંચવાનો શોખ હતો અને હવે લખવું પણ ગમે છે. હું ટૂંકી વાર્તા અને નવલકથા લખું છું.
Book Summary
વરસાદ આવે છે તો કંઈને કંઈ ઉગાડીને જાય છે. આ વર્ષનો વરસાદ રાધા અને કિશનમાં પ્રેમ ઉગાડી ગયો. તેઓ પહેલી વાર વરસતા વરસાદમાં બગીચામાં મળ્યા હતા એટલે એમણે એ બગીચાનું નામ એમણે વરસાદી બગીચો પાડ્યું હતું. પણ કોલેજ પૂરી થઈ એ પછી એમણે છૂટા થવું પડ્યું. એ પછી વરસાદી બગીચામાં એમની ફરી મુલાકાત થઈ કે નહીં એ જાણવા તમે પણ વરસાદી બગીચામાં લટાર મારી આવો.