મૌલિક ત્રિવેદી - (19 November 2025)એક બાપ, બે અલગ રસ્તા પણ એકજ મંઝિલ… દીકરાનું ભવિષ્ય! એક કાગળિયું જીવતું બધું જ કેવું શૂન્ય કરી નાખે જયારે ડોક્ટર ગણી નાખે કે બસ હવે જવાનું. સપના, ઈચ્છા, પરિવાર બધું? બધું જ એક પુસ્તક બનીને અભેરાઈએ મુકાઈ જવાનું. બે અલગ મન. એક મરતા બાપનું અને એક મરી મરીને જીવતાં દીકરાનું અને તેમને બંનેને જોડતો સેતુ એટલે સુકેતુ! તમારી વાર્તાઓની જાદુગરી જ એ છે કે બે આયામ ઉભા થાય અને પછી શબ્દે શબ્દે એકબીજામાં પીગળીને ટપકીને એક એવું ચિત્ર બનાવે જે દર્શક પોતાના હૃદય ઉપર કોતરાયેલું અનુભવે. એક બાપની લાચારી, ખાતા ખાતા અટકી જતાં હાથ, વહેલો પોઢેલો દીકરો અને આ તમામને જોતો વાચક પણ જાણે વાર્તાનો એક ભાગ હોય તેવું લાગે.
અદભુત વાર્તા મેમ. હંમેશની જેમ. બાની ખીચડી જેવી. તરત પછી જાય તેવી.💐💐💐💐
00
mrugtrushna *tarang* - (19 November 2025)સ્પેશ્યલી ચેલેન્જડ ચાઈલ્ડ માટે દેખરેખ, માવજત, કાળજી તથા care આ બધાં શબ્દોથી પરે એવી દરકાર કરનારને જ એની સાચી કેળવણીનું જ્ઞાન હોય છે. બાકી બધાં તો કેવળ સલાહકાર બનીને જ છેટા થઈ જતા હોય છે. એવામાં, કોઈ બીજાના દુઃખને અનુભવી એને સાંત્વના આપવા જેટલું ધૈર્ય માનસિક રીતે સ્પેશ્યલ હોય એવા બાળકોનાં માતપિતાને આપમેળે ઈશ્વર જ પ્રદાન કરે છે, જીવન જીવવા માટે તથા બીજાને જીવન જીવવાનો માર્ગ ચીંધવા માટે. ધન્ય છે એ માતપિતા.. અને નસીબદાર છે એ સ્પેશ્યલ બાળકો.
00
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (17 November 2025)માનસિક રીતે બીમાર બાળકને સાચવતા પતિ પત્ની આમ જોઈએ તો એક ભગીરથ કાર્ય કરી રહ્યા હોય છે.. આલેખન શૈલી સુંદર..