ચિંતન આચાર્ય - (17 January 2026)દરેક સ્તરે થતી શારીરિક ખોડખાંપણની ઘટનનાને બિભત્સ સમાં સુંદર રીતે વણી લીધી છે. તે સિવાય કાન-નાકની ગંદકી અને ગળફાનું વર્ણન વાંચતા સાચે જ ઉબકો આવી ગયો, એટલે એ વર્ણન અને વાર્તાના વિષયને ન્યાય આપવાની વાત સાર્થક થાય છે. અભિનંદન! 💐
00
SABIRKHAN PATHAN - (20 November 2025)સુપર્બ.... ઝકડી રાખે તેવી વાર્તા!
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (18 November 2025)ખૂબ સરસ માવજત ભરેલ વાર્તા... દિવ્યાંગ લોકોને સામનો કરવો પડતો હોય એવી સ્થિતિનું દ્રશ્ય બખૂબી ઊભું કરાયું..✍️👌
00
મૌલિક ત્રિવેદી - (18 November 2025)એક મશીન, એક સાચવેલી કઠોર યાદ અને એ યાદની આંગળી પકડીને બતાડાયેલો એક વિવશ ભૂતકાળ. વ્યક્તિ એજ પણ બાળપણ અને યુવાની વચ્ચે ઉગી નીકળેલો સમજણનો છોડ મનથી ખોડ વાળી વ્યક્તિને જોવાની અને સમજવાની કેવી રીતે બદલી નાખે તે આ વાર્તામાં તમને અદભુત રીતે બતાવ્યું છે. લાળ, લેંટ અને તેની આસપાસ ફરતું ગંધારું, બિભસ્ત વાતાવરણ નાક દાબવા મજબુર કરતું ગયું. ટોળે વળીને ઠેકડી કરતાં કહેવાતા સમજુ વ્યક્તિઓનાં હાથ વચ્ચે, તાલીઓને વચ્ચે, ઠઠ્ઠા વચ્ચે મસળાતી લાચારી મેં મારી આંખે મારા જીવનમાં જોઈએ છે. પોતીકા સાથે નહિ પણ પોતાના કહી શકાય તેવા કોકની સાથે. શબ્દો શૂળની જેમ ખુંચે અને તે ઘામાંથી ઝરતું લોહી આખી ઝીદગી વિચારોમાંથી અણગમાની દુર્ગંધ ઉડાડતું રહે. હંમેશની જેમ એક આસપાસની વાત અને પોતીકા સમજાવે તેવી રીત સાથે અદભુત વાર્તા વિષય અને તેવો જ ન્યાય!
આભાર💐💐