મૌલિક ત્રિવેદી - (08 December 2025)શરૂઆત જ બિભસ્ત રસને એવો પીવડાવે કે સાચે જ જાણે ઘા મને પોતાને વાગતા હોય એવું અનુભવાયું અને વાર્તા જેમ જેમ.આગળ વધી તેમ તેમ આ ક્રૂરતા પાછળનું કારણ છતું કરતી ગઈ. ઘણીવાર મેં એવું જોયું છે કે હોરર કે આ પ્રકારનાં રસમાં લેખકો ક્રૂરતા કે ભૂત બતાવવામાં તેની પાછળનું કારણ સાચી વાર્તા બતાવવાનું ભૂલી જતા હોય છે. તમે તેવું ન કર્યું. તમે વાર્તાને છાજે તેવો આત્મા જાળવી રાખ્યો જેથી ક્રૂરતા અકારણ કે forced લાગી. આ રસ ઊભો કરવો અઘરો છે. તમે જોરદાર વાર્તા લખી. વાંચતી વેળા પેલા આલ્ફ્રેડ હિચકોકનાં મૂવી જેવું અનુભવાયું 💐💐💐
11
અમિષા પ્રણવ શાહ - (02 December 2025)ઓહ બાપ રે! હવે તો સુઝી અને તન્મયની મુલાકાત બતાવવી જ પડશે.. કોણ ચડશે? કોણ કોને પાડશે? જબરદસ્ત રચના... બેસ્ટ ઓફ લક.
11
heena dave - (01 December 2025)કંપારી આવી ગઈ... ઓહ!આપે કઈ રીતે લખ્યું હશે!ભયાનક શબ્દ પણ ઓછો પડે તેવું.... આલેખન. અંત તો...! સ્પર્ધા માટે શુભેચ્છાઓ... અભિનંદન
ચિંતન આચાર્ય - (22 November 2025)રૂપેશભાઈ, આ વાર્તા વાંચીને હોલીવુડની કોઈ 'Dark Psycho Thriller' મૂવી જોઈ હોય તેવો અનુભવ થયો. તમે માનવ મનની વિકૃતિને બહુ જ બિહામણી રીતે રજૂ કરી છે.
તમે હત્યાના દ્રશ્યોનું જે વર્ણન કર્યું છે તે અત્યંત કમકમાટી ઉપજાવે તેવું છે. વાર્તાના અંત વિષે વધારે નથી લખવું છતાં એટલું કહીશ કે વાર્તાનો અંત ખુલ્લો અને ભયાનક છે, જે એક સબળું પાસું છે.
આ એક રોમાંચક અને રુંવાડા ઊભા કરી દે તેવી વાર્તા છે. જે 'મેડિકલ હોરર' અને 'ક્રાઈમ થ્રિલર'ના સંયોજનનો સારો પ્રયાસ છે.
શુભેચ્છાઓ...! 💐💐💐
11
SABIRKHAN PATHAN - (20 November 2025)વાહ! અરેરાટી ઉપજે એવી વાર્તા.... અંત આશ્ચર્યકારી આંચકો આપી ગયો. તમારી ફેવરીટ નાયિકા નવા ખેલની ઉમ્મીદ જગાવી જાય છે.