• X-Clusive
છલાંગ

Summary

જીવનથી હારી ગયેલી એક છોકરીની અમાસ તો પૂનમ તરફની સફર દેખાડતી વીર રસમાં લખાયેલી વાર્તા તમને જરૂર ગમશે
Self-help
Shesha Rana(Mankad) - (28 November 2025) 5
ઉત્તમ રજૂઆત હ્રદયસ્પર્શી.

0 0

ચિંતન આચાર્ય - (24 November 2025) 5
મૌલિકભાઈ, આ એક ખૂબ જ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વાર્તા લખી છે. તમે મિથિલાની હતાશાથી લઈને ફરી બેઠા થવા સુધીની મનોસ્થિતિનું અદભુત વર્ણન કર્યું છે. વાર્તાનો સૌથી શ્રેષ્ઠ ભાગ એ હતો કે જેમાં મિથિલાનું સપનું (ભીડ, બૂમો અને મશાલ) અને હકીકતમાં બનેલી ઘટના એકબીજા સાથે ભળી જાય છે. એ કલ્પના ખરેખર દાદ માંગી લે તેવી છે. આ દર્શાવે છે કે જીવનમાં જીતવાની વ્યાખ્યા હંમેશા મેડલ નથી હોતી, ક્યારેક જીવવું એ જ સૌથી મોટી જીત હોય છે. 'હારવું અપરાધ નથી, હારી જવું જરૂર છે' - આ સંવાદ જીવનનો મોટો બોધ આપે છે. ફિલ્મની વાત, કુતરાની વાત આમ નાની છે પણ મોટી શીખ આપે છે. અને રૂપકો વિષે વધારે લખવું એ સૂરજને દર્પણ દેહડવા જેવું જ હશે. પગ ગુમાવ્યા પછી પણ નવા ધ્યેય સાથેનો અંત વાર્તાને એક સકારાત્મક ઊંચાઈ આપે છે. સુંદર સર્જન! 💐💐💐💐

0 0

SABIRKHAN PATHAN - (21 November 2025) 5
ખૂબ મહેનત કરી છે. વાર્તાની માવજત ગજબની કરી. પરિસ્થિતિ જ છલાંગ મારતાં શિખવે

0 0

Rupesh dalal - (19 November 2025) 5
બહુ સુંદર રીતે માવજતથી લખાયેલી વાર્તા. 👌👌 અને એમાં આખરી શબ્દોએ ખરેખર ચાર ચાંદ લગાવી દીધા... પેરા ઓલિમ્પિક ક્વોલિફાયર... ❤️❤️ખૂબ અભિનંદન 💐💐

0 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (16 November 2025) 5
મરવા માટે જેટલી વીરતા બતાવવી પડે એથી વધુ વીરતા બતાવવી પડે જિંદગીને જિંદાદિલીથી જીવવામાં! આ વાતને આપની અદ્ભુત લેખિની વડે બખૂબી લખી શક્યા છો ભાઈ... આખી વાર્તાના તમામ દ્રશ્યો નજરે જોયા એ આ વાર્તાની ઊંચાઈ..✍️👌👌👌👌👌

0 0


Publish Date : 16 Nov 2025

Reading Time :


Free


Reviews : 5

People read : 16

Added to wish list : 0