heena dave - (01 December 2025)દારૂણ ગરીબીની વાસ...અદ્ભુત રીતે આલેખી..વધુ લખવા તો શબ્દો પણ ઓછા પડે તેવું આલેખન.👌👌👌👌👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐
00
Shesha Rana(Mankad) - (28 November 2025)great superb. વેદના અને માનવીય સ્વભાવ ખૂબ સરસ રજૂ કર્યાં છે.
00
મરિયમ ધુપલી - (23 November 2025)સંઘર્ષની વાસ સમાજ માટે અસહ્ય જ હોય છે, જ્યાં સુધી એને આર્થિક સફળતાનો સ્પર્શ ન મળે. આ હકીકતને આપે કલમ દ્વારા ધારદાર રીતે નિરૂપી છે. અભિનંદન!!!
00
ચિંતન આચાર્ય - (22 November 2025)મૌલિકભાઈ, કથાનક નવું અને ગંદકીમાં પણ તાજગી ભર્યું છે.
આ વાર્તામાં 'વાસ' ને માત્ર દુર્ગંધ તરીકે નહીં, પણ ગરીબી અને મજબૂરીના પ્રતીક તરીકે જે રીતે રજૂ કરવામાં આવી છે, તે કાબિલે દાદ છે. સામાન્ય રીતે ગંધ એ માત્ર એક શારીરિક અનુભવ હોય છે, પણ તમે અહીં ગંધને ગરીબી, લાચારી, ભૂતકાળના સંઘર્ષ અને સામાજિક દરજ્જા સાથે જોડી દીધી છે. પરસેવો, પરુ, લોહી અને ગંદકીની વાસ વાચકને અંદરથી હલાવી દે છે.
રહીમનું પાત્ર એક એવા સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરે છે જે આખી જિંદગી માત્ર સંઘર્ષ કરે છે. બાળપણથી લઈને યુવાની સુધી તેણે જે હાડમારી ભોગવી છે, તેનું વર્ણન ખૂબ જ જીવંત છે.
બીભત્સ રસના સંદર્ભે, સોબત અલીના હાથમાંથી નીકળતું પરું અને તેની દુર્ગંધ. રમખાણો પછીના દ્રશ્યો અને બળેલા ટાયર/શરીરની ગંધ. પશુઓની ચામડી ઉતારવાનું કામ અને તેમાંથી આવતી વાસ. આ બધું એટલું બારીકાઈથી લખાયું છે કે વાચક પોતે એ વાતાવરણનો અનુભવ કરી શકે છે.
ખૂબ જ વાસ્તવિક અને હૃદયસ્પર્શી વાર્તા. તમે સમાજના એક કડવા સત્યને ખૂબ અસરકારક રીતે શબ્દોમાં ઉતાર્યું છે. વાર્તામાં બીભત્સ રસ સાથે, કરુણ રસનો પણ દબદબો રોચક છે.
ખૂબ શુભેચ્છાઓ!
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (16 November 2025)અણગમો ઉપજાવતી વાંસમાંથી નિષ્પન્ન થયેલ બિભત્સ રસની આ અનુપમ વાર્તાએ આપની કલમની સુવાસ ભીતર સુધી ફેલાવી દીધી, ભાઈ. વધુ લખીને વાર્તાનો દબદબો ઓછો નહીં કરું✍️👌👌👌👌👌👌👌