વાર્તા કે ફિલ્મોમાં લગ્ન પહેલાંનો પ્રેમ બહું વર્ણવાયો છે. એનો અર્થ એ નથી કે લગ્ન પછી થોડા સમયમાં પ્રેમ ખોવાઈ જાય છે. ખરો પ્રેમ તો લગ્ન પછીની બીજી પારીનો છે. જે એકદમ પરિપકવ હોય છે. સંપૂર્ણ ખીલેલા કમળ જેવો. સ્નેહ, સાંખ્ય અને સમજણ એટલે મોટી ઉંમરનો સંધિ સ્વર.