પ્રાગ શહેરમાં એક ઠંડી રાત્રે વીજળીના થાંભલા નીચે ઊભેલા અરીનની આસપાસ અચાનક સાત છાયાઓ ઊભી થાય છે. એ છાયાઓ એનો પીછો કરે છે - પણ, કોઈ બાહ્ય શત્રુ તરીકે નહીં, એના આંતરિક સ્વરૂપ તરીકે. અરીસામાં દેખાતાં પડછાયા, મધ્યરાત્રિના રણકાર, કિલ્લાના ઝરૂખા પર અંતિમ લડાઈ...અને અંતે છાયાઓને હરાવવા એનું એક જ શસ્ત્ર - આત્મસ્વીકાર. "સાતમો પડછાયો" એ માનવ મનના અંધારીયા ખૂણામાં ઉતારતી થ્રીલર ટૂંકીવાર્તા છે, જ્યાં દૈત્યો બહાર નહીં પરંતુ અંદર વસે છે.