heena dave - (29 November 2025)👌👌👌👌👌👌👌👌નિ:શબ્દ👌👌👌👌👌👌
00
મરિયમ ધુપલી - (23 November 2025)કેટલીક વાર્તાનું વિશ્વ એટલું ઊંચું હોય કે વાર્તાનો અંત થાય ત્યારે વાચકને આસપાસનું વાસ્તવ વિશ્વ અત્યંત તુચ્છ અનુભવાય. આવુજ એક સુંદર કલ્પન વિશ્વ જે વાચકને પોતાની અંદર વસી રહેવા વિવશ કરી મૂકે. અભિનંદન, ચિંતન જી!!!
11
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (20 November 2025)આ વાર્તાની બારીકાઇ સમજવા મારું ગજું ટૂંકું પડે બે ત્રણ વાંચીને વાર્તાને સમજવી પડી.. અદ્ભુત રીતે વર્ણવેલ શૃંગાર રસ... કલમની કમાલ કરતી કલમને સામાન્ય શાબ્દિક અભિપ્રાય શું અડક્શે..?!
11
મૌલિક ત્રિવેદી - (18 November 2025)સૌ પ્રથમ,
વાર્તા પહેલીવારમાં બરાબર ન સમજી શક્યો તેના માટે દિલથી ક્ષમા માંગુ છું. તરત વાંચી લેવાની લાલચ ઘેરાયેલી આંખોમાં ઝાંખપ નાખી ગઈ હશે. બીજીવાર વાર્તા વાંચી અને સારું થયું વાંચું.
તમારી પ્રેમ કહાનીને અલગ રીતે કહેવાની છટા મેં હંમેશા કીધું છે કે આઉટ ઓફ ધીસ વર્લ્ડ છે. વાસ્તવિકતાની નવી વ્યાખ્યા મળી-અફવાઓજયારે નક્કર સત્ય થઇ જાય. પ્રેમની તો બધા જ મળે, પણ પ્રકૃતિ જયારે બે વ્યક્તિઓને ભેગાં કરે પછી પ્રેમીઓ કેવી રીતે મળે? મુલાકાતો રિવાજ બની જાય તેવી રીતે.ચાંદનીનું થાકેલા મુસાફરની જેમ ફેલાઈ જવું, અંગળીઓનું ખચકાવવું. ઉફ્ફ… એક ઠંડા પાણીની છાલક જેવા શબ્દો.
ભાષામાં અદ્રશ્ય ખૂણા, શાંત ક્ષેત્રો અને અદ્રશ્ય તિરાડો - શું શબ્દો ભાઈ. તાળીઓ પડે! સૌથી વિંધનારું વાક્ય હતું “ભાગતું ટોળું સાથે સફેદ લાકડી તાણી ગયું. હવે કબીર ખરેખર અંધ હતો.” આ વાક્ય વાંચવામાં સીધું સાદું લાગે પણ અદભુત છે.
ન બોલી શકવાની જેવી ખોડને પણ તને મૌન શ્વાસ કહીને સંબોધ્યો ભાઈ . વાહ!
પછી આવ્યો આ વાર્તાના ત્રિકોણનો ત્રીજો ખૂણો; એક કાગળ. એક સ્વપ્ન, એક ભીષણ સાંજ અને એક વ્યથા અને આ તમામને વાચા આપતો પત્ર.
અનુવાદક - સાચે જ તે બંને મને અનુવાદક જ લાગ્યાં. પ્રેમ અને હૂંફ, દિવસ અને રાતનાં, જીવ અને શરીરનાં અને સૌથી વધારે મન અને હૈયાનાં.
બધું જ આંખ સામે ઉભું થયું. ઓરડો, અંધારું, ત્રીસ ક્ષણો અને પછી સુંગંધ, આંખોને મોહી લે તેવી કોતરણી , જન્નતની ખુશબો અને બે અલ્પવિરામ જે અંતે પૂર્ણવિરામમાં પરિણમ્યા.
વાર્તાઓ જીવતી રાખવા માટે ખૂબ આભાર💐💐💐💐
11
Rupesh dalal - (17 November 2025)અહો... ચિંતનભાઈ... સ્વાગત છે તમારું આ નવા પ્લેટફોર્મ પર... 🙏🙏 શૃંગાર રસ... જયારે મેં વાચ્યું ત્યારે મગજમાં કોઈ વાર્તા જ ન બની. પણ તમારી કલમનો જાદુ બધું જ શક્ય બનાવે છે.. તમારી આ સુગંધિત અને પ્રકાશમય વાર્તા વાંચતા આંખો સામે દ્રશ્યો તરવરી ઉઠે છે. શૃંગારરસ આટલો સુંદર રીતે વર્ણવી શકાય એ આજે જાણવા મળ્યું. બે અલ્પવિરામ મળીને એક પૂર્ણવિરામ... અદ્ભૂત.. અને હંમેશની જેમ તમારી અલંકારિત ભાષા વાર્તાને ચાર ચાંદ લગાવે છે. વાંચતી વખતે શરીરમાંથી તીવ્ર ઝણઝણાટી પસાર થાય છે. હંમેશની જેમ અદ્ભૂત... 👌👌 અભિનંદન 💐💐💐