Rupesh dalal - (17 November 2025)ઓહ... શું લખવું આ વાર્તા વિશે..? એક અધૂરો લેખક અને એની અધૂરી વાર્તાઓ.. ક્યારેક જિંદગીમાં એવી વ્યક્તિઓ મળી જતી હોય છે કે જેની સાથે કોઈ સંબંધ નહીં હોવા છતાં હૂંફ આપી જતી હોય છે. એક ડિલિવરી બોયનો ખાલીપો. માણસો ફક્ત એને ગણવેશ તરીકે જ જોતા હોય છે માણસ તરીકે નહીં. અને એમાં તમારો ભાષાવૈભવ... પડી ગયું એ ખોખું નહીં પણ વ્યવસાયિક દીવાલો હતી... એકલતાના દરવાજે ટકોરા અને અંદરથી મળેલો સ્પષ્ટ જવાબ.. પ્રવેશ વર્જિત છે..! બેદરકારીથી ઉગેલો સૂરજ અને બીજું કંઈ કેટલુંય... અદ્ભૂત અદ્ભૂત.... ❤️❤️ ખૂબ ખૂબ અભિનંદન 💐💐