Rupesh dalal - (30 November 2025)સરસ વાર્તા. 👍 આપની આ વાર્તા વાંચીને વર્ષો પહેલા વાંચેલી 'કાબુલીવાલા' યાદ આવી ગઈ. જોકે આપની વાર્તાની ઝડપ થોડી વધારે છે. વાર્તાની આંટીઘૂંટીમાં બાપ દીકરી વચ્ચેનો પ્રેમ પણ વચ્ચે વચ્ચે દર્શાવ્યો હોત તો કદાચ અંત વધુ ચોટદાર બનત. શબ્દ મર્યાદાનો કોઈ પ્રશ્ન નહોતો. એટલે વાર્તાની ઝડપ થોડી ઘટાડીને ખુશી સાથે રઘુરામના થોડા સંવાદો, થોડા દ્રશ્યો ઉમેર્યા હોત અને આખરમાં ખુશીના મોત સાથે રઘુરામને પણ અંતિમ શ્વાસ લેતો બતાવ્યો હોત તો કરુણ અંત વધુ લાગણી ભીનો બન્યો હોત. આ મારું અંગત મંતવ્ય છે. 🙏 સુંદર વાર્તા 👌👌 શુભેચ્છાઓ 💐💐
11
Himanshu Parikh - (29 November 2025)કરુણ રસ સુંદર રીતે ગૂંથ્યો છે. આ રસમાં લેખિકાશ્રીની માસ્ટરી છે.
મૌલિક ત્રિવેદી - (23 November 2025)એક ઘટના અને ઘટનાએ ઉડાડેલી ધૂળ સાથે ઉડીને આવેલી એક અત્યંત કરુણ કથા. ગરીબી, લાચારી અને તેની સાથે આવેલો એક એવો ભૂતકાળ જે એક બાપને દીકરીથી, એક સ્ત્રીને પતિથી, પરિવારને ખોરાકથી અને એક વચનને મુક્તિથી વંચિત રાખે... અને જ્યારે પરિસ્થિતિ મેળાપની સંજોગ ઊભો કરે ત્યારે બાપનાં ફાટેલા ખિસ્સામાંથી નીકળેલી નિર્જીવ ઢીંગલી જેવી જ નિર્જીવ દિકરીનો આપઘાત બાપ ઝીલી શકે ખરો? એક અદ્ભુત કથા અને તેમાં તમારા.શબ્દો અને કરુણ રસ... અદ્ભુત વાર્તા. ન જીતે તો મને.નવાઈ લાગશે 💐💐
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...
Book Summary
આ દર્દ ને પીડા મારા છે સ્નેહી, કેમ દઉં જાકારો!
કે એ જ સાથે રહ્યા મારી, મારો આખો જન્મારો!