ભૂમિધા પારેખ - (09 December 2025)અદ્ભુત લેખિની. મને સાચે જ આ વાર્તા માટે શબ્દો નથી સૂઝી રહ્યા. તમારા દરેક શબ્દએ ઘણી લાગણીઓને બરાબર ગૂંથી લીધી છે. એક જાણીતું છતાં અજાણ્યું સત્ય નજર સમક્ષ પ્રસ્તુત થયું કે પૂર્ણતા તો ફક્ત એ પરમપિતાની જ હોય છે. આપણે તો અપૂર્ણતાથી પૂર્ણતા મેળવવાના ફક્ત પ્રયત્નો જ કરી શકીએ છીએ. Hats off to your writing 🫡
00
heena dave - (01 December 2025)આપની લેખીનીમાં આભને આંબવાની કળા સહજતાથી આપની આંગળીઓના ટેરવે વસી ગઈ છે.. અદ્ભુત રીતે લાગણીઓને ગૂંથી છે... દરેક વાર્તા પોતાની રીતે શ્રેષ્ઠતાથી આભને અડકીને વાચકોના મનમાં એક અલગ સ્થાન બનાવે છે...👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
00
મરિયમ ધુપલી - (23 November 2025)દરેક કલાકાર એના જીવનની અંતિમ કલાકૃતિમાં એનું આખું જીવન સમાવી લેવાનો પ્રયાસ કરે છે. એ પ્રયાસો સંપૂર્ણ ન થાય ત્યારે જ સમજાય છે કે સાચો સંપૂર્ણ કલાકાર એક જ છે, જેમણે દરેક કલાકારની રચના કરી છે. સુંદર, કલાત્મક સાહિત્ય. અભિનંદન ચિંતન જી!!!
21
મૌલિક ત્રિવેદી - (22 November 2025)પાત્રા લેખનમાં તમારા જેવી આવડત મેં ભાગ્યેજ સાંપ્રત સમયમાં જોઈ છે. ઇસ્માઇલ ભાઈના સોય સાથે વાતો કરતાં હાથ હું નરી આંખે જોઈ શક્યો. એક આવડત, એક વારસો ,એક પટારો અને ભીતર સંઘરી રાખેલું આખું આયખું. અલ્ઝાઇમર મેં નજીકથી અનુભવ્યું છે એટલે જ્યારે ઇસ્માઇલભાઇ ભૂલી ગયાં ત્યારે આંખો ભરાઈ આવી જેવી ઝારાની ભરાઈ આવી હતી. તમારા શબ્દે એક કલાકારની આવડત, એની ગૂંથણી, એક એક ટાંકો, રંગો અને અંધૂરો ખૂણો વાર્તાની પૂર્ણતા છે. જ્યારે જ્યારે હું મારી વાર્તા વાંચુ ત્યારે મને હંમેશા અધુરી લાગે. આજે મને જવાબ મળી ગયો કે પૂર્ણતા ફક્ત ખુદાની છે, અપૂર્ણતા જ સાચી ઇબાદત છે. હવે અપૂર્ણતાનો હરખ અનુભવાશે. છેલ્લી શાલ, એ સફેદ કપડાં ઉપર રંગોથી જીવન દોરીને છેલ્લે કાળા રંગથી એને પૂર્ણ કરવું એ જીવન ચક્ર જેવું જ ને? ધોળાથી કાળા તરફની ગતિ. ગર્ભનાં સફેદ અંધારાથી કબરનાં કાળા અંધારા સુધીનો પ્રવાસ... અને વચ્ચે દુઃખ, સુખ, મિલન, વિચ્છેદ, તડકા છાયા અને એ તમામને જોડતી ઇબાદત . પૂર્ણ અપૂર્ણતા.. ખૂણા જેવી. અદ્ભુત વાર્તા. લાગણીઓ, બોલકો સન્નાટો અને મૂક શબ્દો.. બધું જ અનુભવાયું. ખૂબ આભાર આવી વાર્તા માટે 🙏🙏🙏🙏
21
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (18 November 2025)વાહ....! મનુષ્ય પૂર્ણ નથી... અપૂર્ણતાથી ભરેલ છે... એક માત્ર ઈશ્વર પૂર્ણ છે.. આ સુંદર સંદેશ..એક સુંદર ઇબાદત..એક અનુપમ વાર્તા રૂપે અદ્ભુત આલેખી..👌
11
Rupesh dalal - (18 November 2025)ઉફ્ફ... શું વાર્તા લખી છે...!!! તમે ઇસ્માઇલભાઈની જેમ લાગણીને વાર્તાની સાથે ગૂંથી લીધી છે. લાગણીનો એક એક રંગ કેવો આબાદ ગૂંથી લીધો છે વાર્તાની સાથે.. હવે તો જાણે અદ્ભૂત શબ્દ પણ તમારી વાર્તાની સામે સાવ વામણો લાગે છે. ક્યાંથી લાવો છો આવી રંગબેરંગી લાગણી ભીની વાર્તાઓ.. ❤️❤️આંખો નમ થઈ ગઈ વાંચતી વખતે. હેટ્સ ઓફ ટુ યુ સર 🙏🙏ખૂબ ખૂબ અભિનંદન 💐💐