મૌલિક ત્રિવેદી - (02 April 2026)ઘણી વાર્તાઓમાં વાંચેલું સાંભળેલું કે સંગત તેવી અસર. પ્રકૃતિના સાનિધ્યમાં તબિયતમાં સુધારો થાય છે પણ શું નિયતનું સમારકામ પ્રકૃતિ કરી આપે? બહારનું વાતાવરણ તો કદાચ બદલાઈ જાય પણ ભીતરનું શું? ચમકતા સૂર્ય નીચે પણ રાત જેવો વ્યભિચારી જીવતો હોય તો વાંક કોનો? એના બાળપણનો? કે એને ઓળખીને પણ આંખ આડા કામ કરનાર મિત્રોનો કે પછી તેની ઓળખથી દેખાવથી કે ભણતરથી અંજાઈને અનુમાનિત ભાવ ઊભો કરી નાખનારા દેવાનો?શું ચંદા મૂંગી હતી? ના સમાજ બહેરો અને આંધળો હતો. શું પેલી સ્ત્રી પાગલ હતી કે પછી સમાજનો દ્રષ્ટિકોણ પાગલ હતો. અંધવિશ્વાસની વ્યાખ્યા તો એમ.સ્કોટ પેકે સમજાવી દીધી પણ અંધવિશ્વાસની આડઅસર માટે કદાચ આ વાર્તાને ટાંકવી પડે.આ ફક્ત દોરા ધાગાના અંધવિશ્વાસની વાર્તા નથી. આ વ્યક્તિના દેખાવ , ભણતર, બોલી, પહેરવેશ, પૈસા અને આ બધુજ જોઈને અંજાઈ જનારની દારૂણતા દેખાડતો અરીસો છે. લટકણિયાની ચમકમાં બધુજ હોમી દેનાર કેટલાય દેવા ચંદાને શોધતા ફરે છે અથવા કબર કે ચીતા ભેગા થઈ જાય છે.ત્યારે સમજવાનું આપણે છે કે ટેબલની કઈ તરફ છીયે? મને ફક્ત એકજ સવાલ થાય છે કે શું વાંચન, ભણતર અને શબ્દોનો સથવારો હોવ છત્તા હેવાન હેવાન જ રહેતો હશે? એવો કોઈ પારસમણિ નહીં હોય જે આવા વરુઓને માણસ અથવા હાડપિંજર કરી નાખે?વાર્તા ફક્ત અદ્ભુત પ્રાકૃતિક વર્ણન સાથે શરૂથતી mistery થ્રિલર નથી. આ વાર્તા ભીતરનાં કેટલાય ઝાડ હચમચાવી નાખતો વંટોળ છે જે આંખ આંજી પણ ગયો , ભીંજવી પણ ગયો અને લાલ પણ કરતો ગયો.આવી વાર્તાઓ પીરસીને તમે ઈદનો શિર ખુરમો ખબડાવ્યો એના માટે ખૂબ આભાર🙏🙏