જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (09 September 2026)હાય! ઓહો! અરે! વાહ! ઉફ્ફ!.... એવાં તો અનેક શબ્દો આપની કોલાહલ વાંચતાં વાંચતાં મુખેથી સરી પડ્યા, ને સાથે ચહેરાનાં હાવભાવ પણ બદલાતાં રહ્યાં! આ જ તો ખૂબી છે આપના લેખન શૈલીની dear! જેની હું ખૂબ મોટી ચાહક છું, જેનાથી આપ અજાણ્યાં નથી જ. પ્રેમ! આહ! આ અઢી અક્ષરનો શબ્દ ખરેખર તો દરિયા જેટલી લાગણીઓ સમાવીને બેઠો હોય છે, જે આપની આ વાર્તામાં શબ્દે શબ્દે મહેસૂસ કર્યું મેં. રિક્તા, શીતાંશુ, મીતા, અને જાણે લાપસીની સુંગધ આ દરેક કિરદારમાં પ્રસરાવતો હોય એમ.. વાર્તાનાં વાતાવરણમાં પ્રાણ પૂરતો મિતાંશુ .. ઉફ્ફ! ને હા, હોઈ શકે.. ચિઠ્ઠીમાં સિતાંશુ એ રિક્તા ને ભૂલી જવા માટે એક શીખ સાથે આગળ વધવા કહ્યું હોય, અને શક્ય છે કે, એનામાં પણ રિક્તા માટે લાગણી જન્મી હોય પણ સમાજ શું કહેશે અથવા એ રિક્તા ને સુખી કરી શકશે કે નહીં તે કારણથી દુર થઈ ગયો હોય કે પછી રિક્તાનાં પિતા એ ધમકાવી એને દૂર જવા મજબૂર કર્યો હોય, ને રિક્તા એની રાહ જોઈ રહી છે એ વાતથી તે અજાણ હોય.. ઓહ! કેટલી બધી શક્યતાઓ મનોમંથનમાં કોલાહલ મચાવી રહી છે dear! વાહ વાહ અને ફક્ત વાહ! આજ તો કમાલ છે આપની કલમની, વિચારોનાં ઘોડા વાંચનારનાં માનસપટલ પર કબજો જમાવી દોડાદોડ કરી મૂકે છે! અદ્ભુત dear! વાંચતાં લાગ્યું જાણે મારી નજર સમક્ષ બધું જ થઈ રહ્યું છે, આટલી સુંદર સફર કરાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને હા, સ્પર્ધામાં વિજયી થવા માટે દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ dear! હંમેશા આમ જ આપની કલમ અમારા માનસને જીવંત કરતી રહે એવી આશ સાથે અભિનંદન આપને..! અને ખૂબ મોડી પડી વાંચવા માટે, એ માટે માફી dear..👏👏💖💖💫💫
10
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (04 August 2026)વાહ વાહ! જાગૃતિની વાર્તા હોય ને લાગણીઓ નીતરતી ન હોય! એ શક્ય j નથી... એક એક પ્રસંગ ને એને વર્ણવતા તારા શબ્દો..વાહ...મનોમંથનથી લઈને અંત બધું જ મસ્ત....સ્પર્ધા માટે શુભેચ્છા
10
Sparsh Hardik - (27 July 2026)સુંદર ભાવપ્રધાન વાર્તા. આરંભે રિક્તાના મનની 'રિક્તતા'નું આલેખન વાર્તાનું સબળ પાસું બની રહે છે. શુભેચ્છાઓ!
10
Jagruti Kaila - (18 July 2026)ખૂબ જ સુંદર... તમારી શૈલી તો અદ્ભૂત છે જ... અંત સુધી મનમાં કોલાહલ સાથે શું થશે એ બાબત ઝંખના થતી રહી... ખૂબ જ સુંદર . 👌👌👌👏👏👏
10
Geeta Chavda - (12 July 2026)વાહ.. વાહ..ને વાહ..👌👌 ખુબ સુંદર વાર્તા. આરંભ થી અંત સુધી જકડી રાખતુ એક મુગ્ધાનું ઝંઝાવાતી ને કોલાહલભર્યુ મનોજગત. અધૂરપની આંધીમાં જીવાતું જીવન ને અંતે મીતા સાથેના સંવાદમાં પ્રેમનીઅલૌકીક ઊંચાઈ ને સર્મપણનું ખુબ સુંદર કલાત્મક આલેખન. પૂનમના ચંદ્ર ને બીજના ચંદ્ર સાથે પૂર્ણતાને અપૂર્ણતાનો સુંદર સૂમેળ સાધી રિક્તા અને શીતાંશુની પ્રેમની નોખી નોખી વ્યાખ્યા, પૂર્ણતા-અપૂર્ણતા,અધૂરપની મધુરપ્ આ બધાજ પાસાની અમારી લાડકી ની કલમે કથામાં ખુબ સરસ ગૂંથણી કરી એને માટે ખોબલા ભરી અભિનંદન ને સ્પર્ધા માટે ખુબ ખુબ શુભેચ્છા.
20
Bindiya Jani - (05 July 2026)બહુજ સરસ વાર્તા, મીતાના પાત્ર દ્વારા અલૌકિક પ્રેમની વાત કરી. પ્રેમ એ સમર્પણ છે. એકબીજા સાથે ન રહીને પણ સાથે રહેવાનો અહેસાસ એ જ પ્રેમ. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
10
મરિયમ ધુપલી - (04 July 2026)સુંદર વાર્તા, જાગૃતિજી! આપનું ભાષા પ્રયોજન શ્રેષ્ઠ કોટિનું છે. પાત્રનું મનોજગત આપે સુંદર કલાત્મક રીતે ઉપસાવ્યું છે. અભિનંદન! 😊
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...
Book Summary
એક એવી પ્રેમ કહાની જે અધૂરી છે છતાં પૂર્ણ છે...
તમે અભિપ્રાય આપો ત્યારે તમને ગમતો અંત ચોક્કસ કહેજો..
ક્યારેક કોલાહલ સમાપ્ત કરવા પૂર્ણ કરવી હોય તો?