મને મારા બે ક્લાસમેટ જેનીશ અને વિશાલ ઘણાં સમયથી મળવાનું કહેતા હતાં અને એકબીજાને કોઈને કોઈ અંગત કામ આવી જતું એટલે મળવાનું રદ થતું પણ આજે.... ફાઇનલી અમે મળવા માટે નીકળી જ ગયા... અમારા ત્રણેય વિચારતા હતા કે કેફેમાં મળીએ પણ મને એ વ્યાજબી ન લાગ્યું કારણ કે કેફે સીમિત જગ્યા થઈ જાય એટલે અમે કોઈ બીજી જગ્યા વિચારી જ્યાં એકદમ શાંતિ હોય અને સ્કૂલની તથા એકબીજાની જીવનસફર વિશે ચર્ચાઓ કરી શકાય... મને આખા સુરતમાં શાંતિપ્રિય જગ્યા યાદ કરું તો એકજ જગ્યા યાદ આવે... મેં કહ્યું..કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ.....! અમે ...