હું એક નિવૃત્ત શિક્ષિકા છું. હાલ સાહિત્ય ક્ષેત્રે વાર્તા, લેખ, કવિતા વગેરે લખું છું અને અલગ અલગ ગૃપ માં તેમજ ન્યૂઝ પેપરમાં અને મેગેઝિન માં મોકલું છું.
Book Summary
આ વાર્તાની લેખિકા તરીકે, હું પોતે એ સ્ત્રી છું જે મેનોપોઝના તોફાનમાંથી પસાર થઈ છે. મારે પણ એ દિવસો જોવા પડ્યા હતા, જ્યારે શરીરની અંદર આગ લાગતી હોય અને મગજ 'બ્રેઇન ફોગ'ના ધુમ્મસમાં ખોવાઈ જતું હોય. એ સમયે, મારી સાથે કોઈ જ નહોતું. નહોતી કોઈ ખુલ્લી ચર્ચા, નહોતો કોઈ પરિવારનો સહારો કે નહોતું કોઈ સહાનુભૂતિભર્યું માર્ગદર્શન.
એ એકલવાયા સંઘર્ષની પીડા મારા શરીરમાં એટલી ઊંડી ઉતરી ગઈ હતી કે આજે પણ, વર્ષો પછી, તે લક્ષણોની શારીરિક અને માનસિક અસરોનો ભાર હું અનુભવી રહી છું. મેં જાણ્યું છે કે આ પીડા માત્ર ક્ષણિક નથી; જો તેને સ્વીકારવામાં અને યોગ્ય રીતે સંભાળવામાં ન આવે, તો તે જીવનભરનો ઘાવ બની શકે છે.
મારી પીડામાંથી જ કિરણનો જન્મ થયો છે. કિરણનો સંઘર્ષ એ મારા એકલવાયા યુદ્ધનો પડઘો છે.