Jinal Rathod - (05 April 2026)મગજને કસરત કરાવનાર રચના. અંત હજી ય અકળ રહ્યો. પ્રયત્ન સરાહનીય કે આપે એકસાથે ઘણા બધા વિષય વસ્તુને આવરી લીધું. સ્પર્ધા માટે શુભકામનાઓ સાથે જ ભવિષ્યમાં પણ આવી રચનાઓ વાંચવા માટે મળતી રહે એવી અભિલાષા.
10
અમિષા પ્રણવ શાહ - (03 April 2026)વાતાવરણ સરસ ઉભું કર્યું છે. પણ સમજવામાં મગજ કસવું પડે એવું છે. થોડી કન્ફ્યુઝન છે. જ્યાં સુધી મારી સમજ પહોંચે છે, એટલું સમજી શકી કે કોઈક ભુતાવળ છે જે રાત્રે આવે છે. લોકોએ એનાથી છુટકારો મેળવવા કંઈક તો વિધિ કરી, જેમાં રઘાએ વિરોધ નોંધાવ્યો. હવે એ ભુતાવળે મંગુ પર આધિપત્ય જમાવ્યું ને રઘુ સાથે ન થવાનું થયું. પરંતુ અંત સમજાતો નથી. સાથે જ એ વાક્ય, જે એ ભુતાવળના મોઢે બોલાય છે તથા રઘાની આંખમાં ઓળખનો ચમકારો... એ પણ સ્પષ્ટ ન થયું. જોકે, લખાણ બહુ જ સરસ છે. બેસ્ટ ઓફ લક.
એક ગામ… જ્યાં રાત સીધી ઉતરતી નથી, પણ ધીમે ધીમે શ્વાસ લઈને અંદર પ્રવેશે છે. એક મધરાત… જ્યાં ઢોલનો અજાણ્યો અવાજ અને “છમ્મ…છમ્મ…” આખા ગામની નસોમાં ડર ભરી દે છે. અને એક હાજરી… જે બારણા બહાર ઊભી રહીને નથી આવતી — પણ અંદરથી જાગે છે.
આ કથા છે એ ભયની… જેને એક વાર બોલાવશો, તો એ પાછો જતો નથી.