Dhaval Kanzariya - (01 April 2026)ગામડાંના જીવનનું, ગામડાના લોકોનું, ગ્રામ્યજીવનમાં મળતો સ્નેહ, ત્યાંના સંસ્કાર વગેરે વિશે ખૂબ જ આહલાદક રીતે વાત કરી. ગામડું છોડીને શહેર તરફ આગળ વધી રહેલાં સમાજને પણ ખુબ સારી રીતે પ્રસ્તુત કર્યો. અંતમાં, ગામની એ મીઠી સોડમ પાછા એ કલબલાટની રાહ જોઈ રહી હોય એમ એ વખતનું વર્ણન... અદ્ભુત લેખન.
વૈશાખની તપતી બપોરમાં હવે પણ પવન ફૂંકાય છે,
પણ એને સાંભળનાર કોઈ નથી.
અને ચોમાસું આવે છે,
પણ ખીલી ઉઠનાર કોઈ નથી.
ખીલખીલ હસતી પાનખર આવે છે ,
વસંતના વધામણાં હવે લેવા માટે કોઈ નથી.
રસ્તો ભટકેલાને ભોમિયો મળી જવાની આશ હોય છે,
સ્મૃતિઓને ભૂલનારની કોઈ કચાશ નથી.
“એ” હજી પણ ઉભું છે…
એક સ્થિતપ્રજ્ઞની જેમ…
શાંત…
અને રાહ જોતું…
કોઈ આવે અને એને કહી દે,
બસ મને તારી જ ચાહ હતી.