હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (06 August 2026)અદભુત! પહેલું જ વાક્ય દિલમાં ઉતરી ગયું. "ઓરડો શ્વાસ લેવાનું ભૂલી ગયો." અને પછી તો એવા કેટલાયે વાક્યો જાણે હૃદય પર ટકોર કરી ફરી વાર્તામાં એમની જગ્યાએ ગોઠવાઈ ગયા. શબ્દોથી ઠીક પણ વાર્તામાં આવતા દરેક પૂર્ણવિરામ કે અલ્પવિરામ પણ અર્થહીન નથી. વાર્તામાં છલકાતા ખાલીપા કે અકળામણ કે મૌન કે અપેક્ષાઓ કે ઉપેક્ષાઓ કે સ્વીકાર કે ફરિયાદની જેટલું જ તો! સ્પર્ધા માટે શુભેચ્છા અને એટલો સરસ વિષય આટલી સહજતાથી કહેવા માટે અભિનંદન
00
Daya Kantariya "મીરાં" - (23 July 2026)હૈયું હચમચાવી નાખે એવી વાર્તા ગજબનું આલેખન કર્યું છે એક એક શબ્દ તોળી માપીને લખ્યો છે કહેવું પડે બાકી આપની કલમનો કોઈજ જવાબ નહીં જસ્ટ સુપર્બ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 કેટલું મનોમંથન માંગી લેતી વાર્તા! વાંક કોનો જેની અપેક્ષાઓ જ કંઈક જાજી હતી એનો કે જે સંતોષી હતું એનો? પણ મસ્ત છે વાર્તા એકદમ ખુબજ હૃદયસ્પર્શી સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને💐💐💐💐💐👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
11
મરિયમ ધુપલી - (16 July 2026)જ્ઞાન અને શાણપણ વચ્ચેની અદ્રશ્ય સરહદો સ્પષ્ટ દ્રશ્યમાન કરતી વાર્તા. લેખનશૈલી અને ભાષા પ્રયોજન દર વખતની જેમ જ અતિ ઉમદા. અભિનંદન, ચિંતનજી!
11
heena dave - (03 July 2026)નિ:શબ્દ👌👌👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ ભાઈ💐💐💐💐💐
Rupesh dalal - (01 July 2026)ઓહ... વાઈનનો ગ્લાસ હથેળી વચ્ચે પરસેવે રેબઝેબ થઈ ગયો...! તમારી વાર્તાઓ પણ એવી જ હોય છે.. વાઈનના ગ્લાસ જેવી, એક જ ઘૂંટડે આખી ગટગટાવી જવાનું મન થાય એવી... આ સિવાય બીજું કંઈ લખી શકવાની મારી હેસિયત નથી. ચિંતનભાઈ... તુસી ગ્રેટ હો.... ❤️ અદ્ભૂત.. 👌👌અભિનંદન 💐💐
11
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (01 July 2026)વાહ.....! અદ્રશ્ય સરહદનું... હદપાર સરસ આલેખન.... એક એક ક્ષણ વાતાવરણને એ હદે બોઝિલ બનાવતી હતી કે હૃદયમાં અજીબ ગુંગળામણ થવા લાગી. ઘડીકમાં ધૂમાડો જાણે શ્વાસમાં ભરાઈને શ્વાસ રૂંધી નાખશે...એવું લાગવું, ઘડીકમાં એક અસમર્થ પત્નીની પીડા રડવા મજબૂર કરશે એવું લાગવું... આ બધું તમારી કલમનું સામર્થ્ય ગણીશ. સુંદર રચના માટે અભિનંદન 🙏