• X-Clusive
સવારી
Reminiscent Social stories
heena dave - (26 October 2026) 5
કાશ!સ્ત્રીઓ પોતાની મનગમતી એક ક્ષણ જીવી શકતી હોય....તો!સ્ત્રીના મનની વેદનાને ઉજાગર કરતી સુંદર રચના... 👌👌👌આગોતરા અભિનંદન💐💐💐💐

0 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (23 October 2026) 5
વાહ!વાહ...! પહેલું વાહ સેજલ માટે... બીજું વાહ સેજલને બળુકી બનાવવા બદલ આપ માટે મરિયમ જી... કાશ..કે દરેક સ્ત્રી એની ઈચ્છા મુજબની ખુશીઓની નાની પળો જીવી શકતી હોય. સેજલની જેમ!

0 0

જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (22 October 2026) 5
વાહ! અદ્ભુત! આપની બળુકી કલમે માવજત પામેલું નવીન કથાબીજ હૃદયને આનંદ આપી ગયું. સ્પર્ધામાં વિજેતા થવા માટે આગોતરા અભિનંદન. 👌

0 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (17 October 2026) 5
સ્ત્રી ને જ્યારે મનગમતું વાતાવરણ માણવાનું મન થાય ત્યારે તીખા તોખરની જેમ કોઈની પણ પરવા કર્યા સિવાય તે ક્ષણોને જીવી લેવાની લાલચ રોકી શકતી નથી. ખૂબ સુંદર કથા. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

0 0

Bhavana Rathod - (17 October 2026) 5
હ્રદયસ્પર્શી...🌻🌻🤍🤍

0 0

ગિરીશ મેઘાણી - (17 October 2026) 5
વાહ. બહુ જ સરસ દોડાવી સ્કૂટીને. હવે વિજેતા લાઈન પાર કરે એવી અઢળક શુભેચ્છાઓ.

0 0

Bharat Chaklasiya - (17 October 2026) 5
મરીયમજી તમે સુરત આવી ગયા કે શું? અડાજણ ચાર રસ્તા..ઋષભ સર્કલ..મહાલક્ષ્મી જ્યુસ સેન્ટર..આ બધા સ્થળો તો મારા સાવ જાણીતા છે. પણ હા અઠવાગેટ પછી ડુમસ જવા માટે રીંગરોડે જવાનું ન હોય. એટલા પૂરતા તમે જરીક અમથા ભુલા પડ્યા ખરા. કેમ કે બહુ વર્ષોથી ફોરેનમાં રહો છો એટલે એટલી ભૂલ તો થાય ભઈ!😀 વાર્તામાં સેજલનો સ્ફુટી પ્રેમ એટલે સાંબેલાધાર વરસતો વરસાદ જોઈ લ્યો. પતિના ગુસ્સાની સાવ પરવા કર્યા વગર મોજથી પોતાના દિલની ઊર્મિઓને માણી. વરસતા વરસાદમાં ડુમસ જઈને એ ભજીયાની લિજ્જત માણવાની મજા તો ઓર જ હોય છે. વાર્તા વાંચીને મોંમાં પાણી આવી ગયું. બે ત્રણ વખત એ રસના ઘૂંટડા હું ગળી પણ ગયો બોલો! વાર્તા વિશે કંઈ કહેવા જેવું છે જ નહીં તોય જેમ ભજિયાનું વર્ણન વાંચીને રસ પ્રચુર થયા વગર રહેવાતું નથી એમ અભિપ્રાયમાં 'ઉત્તમ વાર્તા' લખ્યા વગર ચાલે?

0 3

View More

Publish Date : 16 Oct 2026

Reading Time :


Free


Reviews : 8

People read : 14

Added to wish list : 0