જાનવીના જીવનમાં બધું જ હતું, સિવાય કે 'રોમાન્સ'. પોતાના પ્રેક્ટિકલ અને કરિયર-ઓરિએન્ટેડ પ્રેમી અનમોલથી કંટાળીને તે આઝાદ પંખી જેવા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ધ્રુવલ તરફ આકર્ષાય છે. કવિતાઓ, ગુલાબ અને સપનાઓની આ નવી દુનિયા તેને પોતાનો સાચો પ્રેમ લાગે છે. તેણે અનમોલ સાથે સંબંધ તોડી નાખ્યો. પણ... જ્યારે જિંદગી અચાનક એક ગોઝારો વળાંક લે છે, ત્યારે શું આ રોમેન્ટિક કવિતાઓ કામ આવે છે? મુસીબતના સમયે કોણ સાથ આપશે?