જાગૃતિ 'ઝંખના''મીરાં' - (31 October 2026)જબરદસ્ત... વાત તદન ટચુકડી પણ માવજત બળુકી...👍✍️👌
00
મૌલિક ત્રિવેદી - (21 October 2026)જનતા આઇસક્રીમમાં ત્રણ ફ્લેવરની આઇસ કેન્ડી મળતી. ત્રણેયના રંગ અલગ, સ્વાદ અલગ પણ અંતે પાણી અને ટાઢક. મિત, ચુનીકાકા અને કાનુ; તમારી આ આઇસ કેન્ડી જેવી વાર્તાની ત્રણ ફ્લેવર. સ્વભાવે અલગ પણ અંતે એક પરિવાર. વાર્તા છે જોક ઉપર પણ એકદમ ગંભીર. વાગોળવી પડી. અમુક લાઈન્સ ધારદાર. વન્સ મોર બોલીને ફરી વાંચી. તમારી વાર્તા વલોવાયેલા પાણીમાં ડૂબકી જેવી હોય છે. પહેલા સ્થિર કરે અને પછી બધું ચોખ્ખું દેખાવા માંડે. એક બાપનો ભાર કે એણે સવાલ ન કર્યો અને એક દીકરાનો ભાર કે એણે સવાલ ન પૂછવા ઉપર સ્વાલ ન કર્યો. મૂંછ મને પુરુષના અહમ જેવી લાગી. ક્યારેય ચોંટેલી, ક્યારેય ગાયબ અને ક્યારેક ઘવાઈ હોય ત્યારે અરધી લટકેલી.
આવી વાર્તાઓની અવગણના થાય ત્યારે મારું મન ખૂબ ઘવાય છે. મેં તમને પહેલા પણ કહ્યું છે. પણ આવી સોનેરી વાર્તાઓ પીરસતા રહેજો. કદાચ મારી અંદર મરી પરવારેલો લેખક ફરી જાગી શકે પ્રેરણા લઈને 🙏🙏🙏