કેટલીક મુલાકાતો જિંદગીભર યાદ રહી જાય છે, કેટલીક નજરો દિલમાં વસી જાય છે અને કેટલીક લાગણીઓ એવી હોય છે, જેને શબ્દોની પણ જરૂર પડતી નથી...
પ્રેમ એટલે માત્ર પામી લેવું નહીં, ક્યારેક રાહ જોવી, ક્યારેક હસી પડવું, ક્યારેક આંખો ભીની કરવી અને ક્યારેક કોઈની યાદમાં આખી જિંદગી જીવતા રહેવું!
આવી જ કેટલીક મીઠી, મસ્તીખોર, હૃદયસ્પર્શી અને યાદગાર પ્રેમકથાઓનો સુંદર ગુલદસ્તો એટલે...
ઈશ્કનામા — દિલથી દિલ સુધીની એક અનોખી સફર!
તો આવો, અમારી સાથે લાગણીઓના આ રંગોમાં રંગાઈ જાઓ... અને ફરી એકવાર પ્રેમમાં પડો!
માત્ર અને માત્ર હ્રદયથી યુવાન માટે!!!