ક્યાં..રે ગ્યાં છે ક્યાં રહી ગ્યા છે..(૨)
વ્હાલાં દિવસો હવે ક્યાં રહી ગ્યા છે
નાના હતાં ત્યારે ભેળાં રમતાં
મોટા થઇને તમે ભુલી ગ્યા છો..(૨)
જન્મો જન્મની ભુખ ભાંગી આપી સુખ..(૨)
દિલમાં આવીને દુ:ખાવી ગ્યા છો..
વ્હાલા દિવસો ક્યાં રહી ગ્યા છે..
પાવલી લઇને ઉતાવળાં આવતાં
ભેળાં રહીને હરખે વાપરતાં
સાથી હતા એ હાલ્યા ગ્યા છે..
વ્હાલા દિવસો ક્યા રહી ગ્યાં છે..
યાદ જો આવે તારી ઘણેરી
સુખની પળો સતાવે અનેરી
વ્હાલા થઇને વેરી થયાં છે
વ્હાલા દિવસો કયા રહી ગ્યાં છે..
પ્રેમ હતો તારો વહેતી સરીતા
સુખના કાયમ ઝરણાં વહેતા
વેરણ વેળાંએ ક્યાં ગ્યા છે
વ્હાલા દિવસો કયા રહી ગ્યાં છે..
કયાં..રે ગ્યાં છે કયા રહી ગ્યાં છે
વ્હાલા દિવસો કયાં રહી ગ્યાં છે..
(કિશનભાઇ એસ.શેલાણા"કાવ્ય"બોટાદ)