બંદૂક ની અણીએ મોહ્યા છે,
આંસુઓ સાથે પ્રિત શું થાય.
ખુશીઓ લખવાનું હુ ભૂલ્યો,
વેદના સાથે વ્હાલ શું થાય ?.
લે આજ તો પ્રેમને પણ લખું,
તો પછી તારો જવાબ શુ થાય.
???????????????????
આંખોમાં આકર્ષાયા છે મુખે મલકાયા છે,
એક દોસ્ત ને મે તો દિલમાં જ વસાવ્યા છે.
શબ્દો એનાં ઔષધને રુપ છે ઓક્સિજન,
હરણી જેવી ચાલ જોઇને મેં બોલાવ્યા છે.
બોલે તો ફુલ ઝરે પછી ધડકનો તેજ ભરે,
એવાં એક જનને અમે હદયમાં ઉતાર્યા છે.
આવે નહીં એક દિ તો પણ નથી સહેવાતું,
મૌન રહીને એ મારા થી જીદ્દે ભરાયાં છે.
લટ કરે છે ઘાયલ રોકે છે શ્ર્વાસો શ્ર્વાસ,
તારાં અસ્તિત્વને મે દિલમાં મઢાવયા છે.
લુહારિયા બળદેવ મહેસાણા