આંસુ અમને એવાં ફળ્યા રસ્તો બતાવી ભૂલા પડ્યાં,
વાટમાં મળ્યો ન હોત મુસાફિર કદી ન તો ભૂલા પડ્યાં.
રસ્તો જાણીતો હતો રોજનો એમાં હતો ઘણો વિયોગ,
વાત વાતમાં ભરમાયા આંખોથી હણાયા ભૂલા પડ્યાં.
યાદ તારી કોરી ખાય છે જેમ સળગતી લાશ ને ચિંતા,
અધકચડા રહ્યા ના મર્યા કે ન બળ્યા બસ ભૂલા પડ્યાં.
સ્વભાવ તારો ઝમઝમનો કુવો વાતમાં માહિર હોશિયાર,
ચાંદને શરમાવે આંખને મટકાવે એ જોઈને ભૂલા પડ્યાં.
તું આવે નહીં ને યાદ તારી તો રડાવી જાય છે છાનું છાનું,
કલાકો નાં વર્ષો થયાં સેકન્ડો મીનીટો ગણતાં ભૂલા પડ્યાં.
લુહારિયા બળદેવ