ચિંતાઓ સળગાવો હું ટુટી ગયો છું,
મોતને બોલાવો ને હું ભાંગી ગયો છું.
કોઈ હેમ ખેમ જનાજા તો સજાવો,
હું બદદુઆમાં એવો લુંટાઈ ગયો છું.
નથી કોઈ આશ રહી નથી કોઈ વાત,
એવો હું ચિતરાઈ ને ભૂંસાઈ ગયો છું.
વાપરનારા તો મારાં પોતાના જ હતાં,
વગર મુડી એ હું તો ખર્ચાઈ ગયો છું.
દિલાસો એક પણ ન તો પોસાય મને,
વારેઘડી એ હું તો છેતરાઈ ગયો છું.
સભાઓ કાં બેસાડીને બોલાવો મને,
રાજમાં વર્ષો પહેલાં નીકળી ગયો છું.
આપો વિષ હવે મને તો તમારાં હાથે,
પ્રિતમાં પ્રેયસી જીવતાં મરી ગયો છું.
લુહારિયા બળદેવ