આજની વણસતી પરિસ્થિતિમાં મનમાં ભય વ્યાપેલો રહે છે. કોરોના કોરોનાનાં પડઘા વાગતાં રહે છે. શબ્દો જાણતા ન હતા મેડિકલ નાં આપણે બધાં જાણકાર થઇ ગયા. Blood report વાંચતા જ સારો કે ખરાબ અનુમાન રાખતાં થઇ ગયા. મન પર હવે તેનાં જ વિચારો છવાયેલાં રહેતાં હોય છે.
મનને ગુલામ નાં બનાવતાં તેને સ્થિર રાખીએ પ્રભુ નામસ્મરણમાં કે મનગમતી પ્રવૃત્તિમાં. શરીરને કષ્ટ આપીને ફરતું રાખીએ યોગા, રોજની દિનચર્યામાં. શારીરિક થાક લાગતા માનસિક વિચારો ઓછા થશે. ભયમુક્ત બનશો તો કોઈ ડર નહિ સતાવે. હકારાત્મક વિચારોની કસરત કરો. ઘરમાં આનંદ કરવાનાં દિવસો આવ્યા છે તેને પરિવાર સાથે માણો. તમારાં શોખને જાગૃત કરો અને પોષો. મનને હમેશાં આનંદિત રાખો. તમારું મન છે તમારે creat કરવાનું કે મારે આનંદ જોઈએ કે ભય..
ખાઓ પીઓ, મોજ કરો, આપણી જિંદગી છે અણમોલ કરો. ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા મન હમેંશા તૈયાર રાખો. જિંદગી સમસ્યા રહિત ક્યારેય નાં હોય.. હાસ્યથી આવકારી હાસ્યથી દૂર કરવાની..
Be positive...
"'Ami""