બદલાયેલી જીવનશૈલી ભાગ :1
માણસની જીવનશૈલી દરેક યુગે બદલાતી હોય છે.પરિવર્તન એતો સંસારનો નિયમ છે.માણસે પથ્થરના ઘસારામાંથી આગ પેટાવવાથી લઈ મોટા મોટા યંત્રોની શોધ કરી છે.અને હજી પણ માનવ પ્રગતિના સોપાનો સર્ચ કરશે,એવી ભવિષ્યવાણી બોલાય છે,પણ માણસ પોતાના ભિતરે છૂપાયેલી માનવતા ક્યારે જગાડશે એની વાત ઓછી કરાય છે.21મી સદીના સમયને ટેકનોલોજીકલ યુગની સાથે સ્પર્ધાત્મક યુગ પણ કહેવાય છે,પણ 2020ના સમયગાળાને "કટોકટીની સાલ"તરીકે ઓળખવામાં આવે છે.એકબાજુ કોરોનાનો પ્રચંડરાસે તો લોકોને મનથી તોડી નાંખ્યા છે.ભીષણ નરસંહાર થઈ રહ્યો છે.સવારમાં ન્યુઝપેપર હાથમાં પકડો ત્યારે પહેલા સમાચાર આજ હેડલાઈન "કોવિડના કેસમાં અધધ... વધારો...અને લાખોની સંખ્યામાં માણસો મૃત્યુ પામ્યા,આનાથી લોકોમાં ડરની ભાવના જાગે છે.
મિડિયા અને સમાચારપત્રોનું કામલોકોને હિંમત પુરી પાડી પોઝિટિવ ઉર્જાનો સંચાર કરવાનું છે.પણ આવા સમાચારોથી લોકોમાં સતત ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે.
આમા સોશિયલ મિડિયા,ટેલિવિઝન,અને સમાચારપત્રો લોકોની આ હાલતમાં બળતામાં ઘી હોમવાની ભુમિકા નિભાવે છે.લોકોએ આ પરિસ્થિતિમાં હિંમતથી કામ લેવું પડશે.નકારાત્મક અફવાઓથી દુર રહી આત્મવિશ્વાસને પ્રબળ બનાવવો પડશે,અને આ બધું લોકોએ જાતે જ કેળવવુ પડશે સરકાર બદલવાથી કોઇ દાડા નહીં વળે,લોકોએ પોતે જાગવું પડશે.આ કપરાકાળમા લોકોની જીવનશૈલીમાં મોટું એવું પરિવર્તન આવ્યું છે મધ્યમ વર્ગના લોકોની સ્થિતિ વધુ કફોળી બનતી ગઈ છે.ગરીબી અને બેકારી વધતી જાય છે.પણ નોંધપાત્ર બાબતએ છે કે અમીરલોકોની પરિસ્થિતિમાં કોઈ ઝાઝો ફેર નથી પડ્યો. આ નોંધનીય બાબત છે.અફસોસની વાતએ છે કે ગરીબ લોકોને અનાજ વિતરણ કરવામાં આવવા છતાંય અનાજ તેમના સુધી પહોંચતુ નથી.આ બહુ ઘૃણાસ્પદ કાર્ય કહી શકાય.આપણે આ કપરાકાળમા પોતાની જાતને બચાવવા માટે સેનીટાઈઝર અને માસ્ક જરૂર રાખવા પડશે.
લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ઉંડી અસર વર્તાઈ છે.પરિક્ષા પણ વારંવાર મોકુફ રહેતા વિદ્યાર્થીઓમાં પણ આળસુપણું,બેદરકારી જેવા ગુણોનું આગમન થયું છે.વિદ્યાર્થીઓનું પણ આ વર્ષ નકામુ નિવડ્યુ છે.ઓફિસ,કારખાના અને ફેક્ટરીમાં કુશળ કર્મચારી કે કારીગરોને કામ કરતાં ઓછુ વેતન અથવાતો છૂટા કરી દેવાની નોબત આવી છે.આવા કર્મચારીઓ અને કારીગરોમાં હતાશા "હું નકામો યા નકામી છું",હવે હું શું કરીશ તેવી ગિન્નતા મગજમાં છવાઈ જાય છે.કદાચ બની શકે કે આ બદલાતી જીવનશૈલીમાં માનવ જવાબદાર હોઈ શકે.
શૈમી ઓઝા "લફ્જ"