બદલાયેલી જીવનશૈલી ભાગ 2
મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે,સાયન્સે પ્લેગ, શીતળા જેવા જીવલેણ રોગોને જડમૂળથી નાબુદ કર્યા છે.ટી.બી.,કેન્સર જેવા જીવલેણ રોગોની દવા શોધી રોગોને જળમૂળમાથી નાબુદ કર્યા છે.આ કોરોના માટે વેક્સિન શોધાઈ રહ્યું છે.ત્યાં સુધી માસ્ક,સેનિટાઈઝર એજ આપણું વેક્સિન સમજી ચાલવું. સૌએ સાથે મળી સરકાર શ્રી ને સહકાર આપવાનો છે.આ જીવલેણ રોગની વેક્સિન શોધાશે તેવી આશા જનજીવનમાં પ્રવર્તી રહી છે, ત્યાં સુધી તો સરકાર શ્રી ની ગાઈડલાઈનને અનુસરવી જ રહી.આ દરેક લોકોએ સમાનપણે પાલન કરવું જ રહ્યું.
કેટલાક કર્મચારીઓને ધંધાની મંદી હોવાના કારણે તેમને છુટા કરવાની ફરજ પાડવામાં આવે છે,તો અભ્યાસ પુર્ણ કરી બેઠેલા યુવાનો અને યુવતીઓની તો શું વાત કરવી.આવડત હોવા ઘરમાં બેસી રહેવાથી,બેકારીનો ભોગ બનેલા કારીગરો,નોકરીમાં આતુરતા પુર્વક રાહ જોતો શિક્ષિત યુવાવર્ગમાં હતાશા,તનાવની લાગણી જોવા મળે છે.જેથી કાઉન્સિલીંગ ઓફિસમાં ઘસારો વધ્યો છે.આ હાલતમાં મોટિવેશન ના કારણે આપણને એક દિશા મળે છે,લોકોમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે.પણ કહેવાય છે,ને "ભુખ્યા પેટે ભજન ન થાય" આ ઉક્તિ આજે કેટલે અંશે સાચી પડી રહી છે તે તમે આ મહામારીમાં જોઈ શકો છો.માણસની મુખ્ય જરુરિયાત રોટી, કપડાં, મકાન અને એમાં જો આવી સ્થિતિ સર્જાય તો સામાન્ય માણસ ક્યાં જાય,તે કેવી રીતે આ કફોડી પરિસ્થિતિ સામે લડી શકે.
એકબાજુ આ કોરોનાનો કાળોકેર અને બીજી તરફ મોઘવારીની મોકાણ સામાન્ય માણસ આ હાલત સામે લાચાર છે,એકબાજુ બેકારી અને બીજીબાજુ મોઘવારી,ભુખમરોની સમસ્યાથી "પડ્યા ઉપર પાટુ"જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.ધંધા ઉધોગો પડી ભાગવાથી ચોરી લુંટફાટ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે.બંન્ને પરિસ્થિતિને એકબાજુ ઉધોગ ધંધા ઠગ થઈ ગયાં છે.સરકાર આ કટોકટીમાં લોકોને બનતી સહાય કરી રહ્યા છે.આ સમય રાજકારણના મુદ્દાઓ ચગાવવાનો નથી,સરકારે આપેલી ગાઈડલાઈનનું અચુકપણે પાલન કરવું જ રહ્યું,પણ શર્મજનક વાત એ પણ છે કે આ કાયદો આમ જનતા પૂરતો જ સિમિત રહી જાય છે,રાજકીયદળો,અને હસ્તીઓ દ્વારા થયેલો નિયમભંગ કોઈ જ ધ્યાનમાં લેવામાં આવતો નથી, હું નહીં પણ આ પ્રશ્ન સૌ જનતા પુછે છે કે કાયદા કાનુન શું આમ જનતા માટે જ છે,આ કોરોનાનું સંકટ તો આખી દુનિયા પર છે,પણ સામાન્ય જનતા પર કાયદાકીય દબાણ શું કામ? રાજકીયપક્ષ તો આ વાત ગંભીરતાથી લેતાં નથી...પણ આમ જનતાને કાયદાનો ખોફ બતાવી દંડ પેટે હજાર રૂપિયા પડાવવામાં આવે છે. મારા મિત્રો આ સમય ચડસાચડસીનો નથી.આ સમય એકજુથ થઈ આ મહામારીમાંથી બહાર આવવાનો છે.દરેક લોકોને મારી નમ્ર અપીલ કે સૌ સરકાર શ્રી ની ગાઈડલાઈનને અનુસરો,રાજકારણીઓ અને મહાન હસ્તિઓ દ્વારા થતો સમાનપણે પાલન કરો.આવા ન્યુઝ વારંવાર વાયરલ થવાથી સામાન્ય લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે,પણ હાલત સામે સૌ લાચાર.
શૈમી ઓઝા "લફ્જ"રાંતેજ