બદલાયેલી જીવનશૈલી ભાગ: 3
2020ને જોરશોરથી વિદાય અપાઈ રહી છે,તો 2021ના વધામણાં થઈ રહ્યા છે.નવા વર્ષે નવી આશા સાથે એક નવી ઉમ્મીદ જાગી છે,મહામારીની સાથે બેકારી,ચોરી,લુંટફાટની સાથે રેપકેસ પણ 2020ના વર્ષ સાથે ચાલ્યા જાય તેવી દુવા:હી.કોરોના તો બે 2021માં ચાલ્યો જાશે એવી કેટલાય ભવિષ્યવેતાઓની ભવિષ્ય વાણી બોલાય છે.
2020 વર્ષની કડવી ગોળીઓ કોઇ જ ખાવા તૈયાર નથી,2020એ સાદગીથી અને કરકસરથી જીવતાં શીખવ્યું જીવનમાં બચતનુ શું મહત્વ છે,લોકડાઉનનો સમય સમજાવે છે.
"એક સિક્કાની બે બાજુ હોય છે"2020 એટલે કટોકટીકાળ,કોરોના નામક દાનવનું આક્રમણ અથવા તો ચીનના ગુહાનમાંથી આવેલો વગર બોલાયેલા મહેમાનના અત્યાચારનો સમય,2020નો જેવા ઉપનામથી ઓળખાય છે.આ કપરો સમય જીવનનો યાદગાર પણ એટલો જ રહ્યો."સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન,બેસણાં,બર્થડે પાર્ટી ,સગાઈના પ્રસંગ તેમજ રિસેપ્શનમાં તથા ધાર્મિક પ્રસંગો,જેવા કે સત્યનારાયણની કથા,હોમ હવન
લોકોને તેને ખર્ચ બાબતે રાહત રહી.આમાં ગરીબ અમીર સૌને ફાયદો થયો છે.પણ શિક્ષણ સંસ્થા પર ખુબ માઠી અસર પડી છે,ઓનલાઈન શિક્ષણને બાળકો ગંભીરતાથી ન લેતા હોવાથી તેમના રિઝલ્ટમાં અને ઘડતરના પાયામાં ઘણો ફરક પડ્યો છે. આ કોરોનાકાળમાં ઘરમાં ને ઘરમાં રહેવાથી વાલીઓ અને બાળકો વચ્ચે સંઘર્ષ વધ્યા છે.એ જાતા જાતા ઘણું આપણને શીખવી ગયું.માણસોને માણસ બનતા શીખવી ગયો,સમગ્ર વિશ્વને એક તાંતણે બાંધતો ગયો.લોકોમાં ભિતરે છુપાયેલી આંતરિક શક્તિઓ ખીલી છે.પણ એમાં સોશિયલ મિડીયાએ ચાર ચાંદ લગાડ્યા છે,આ કોરાનાકાળનો આ કપરો સમય નિકાળવા મિત્રની ભુમિકા નિભાવેલ છે.2020નો આ લોકડાઉન પિરિયડ લોકોને પોતાના શોખને એક મુકામ સુધી પહોંચાડવા અને પરિવાર જોડે સમય પસાર કરવા મળેલ છે.પણ આનો એક ગેરફાયદો એ પણ થયો છે કે જુનીપેઢી અને નવીપેઢી વિચારો પરસ્પર ટકારવાના કારણે બે પેઢીઓ ગરમાગરમી થવાથી વાતાવરણ પણ ડોળાયુ છે.
2021નું વર્ષ સુખ સમૃદ્ધિવાળું જાય તેવી અભિલાષા સાથે એવી આશા સૌ લોકો દિલમાં સેવી રહ્યા છે.લોકો માટે સારા સમાચાર છે કોરોનાની રસી શોધાઈ ગઈ,લોકોની ધીરજનો અંત આવ્યો,પણ રસી ન અપાય ત્યાં સુધી તો સાવચેતી રાખવી જ રહી.મકરસંક્રાંતિનો તહેવાર આવે લોકોના ચહેરામાં અનેરો ઉત્સાહ છવાયો હોય છે.પણ સરકારની ગાઈડલાઈન મુજબ ધાબા ઉપર બેથી વધું ન હોવા જોઈએ.આનાથી તહેવાર પ્રેમીઓમાં ઉદાસીના વાદળ છવાઈ ગયાં છે જ્યાં સુધી રસી આપવાની શરૂઆત ન થાય ત્યાં સુધી તો આપણે તકેદારી રાખવી જ રહી.તહેવારનો ભરપૂર આનંદ ઉઠાવો પણ હેલ્થ સાથે છેડછાડ ન કરો.
ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ...
વધું માં હવે આગળ....
શૈમી ઓઝા "લફ્જ"