સંબંધ શું છે?તો સંબંધ કાચી માટી ના ઘડા જેવો હોય છે,જેને તમે ગમે તે આકાર માં વાળી શકો છો.હા જ્યારે એ પાક્કો થઈ જાય ને ત્યારે એને સાચવવો વધુ પડે છે.
કારણ કે ત્યારે એને તૂટતાં વાર નથી લાગતી,જ્યારે આવી પરિસ્થિતિ કોઈ સંબંધ માં આવે છે. ત્યારે એને બહુ સાચવીને જાળવીને રાખવો પડે છે, જો એકપણ તરફ થી કોઈ ભૂલ થઈ તો એને તૂટતાં વાર નહીં લાગે.
જ્યારે પણ તમને લાગે કે સંબંધ માં તિરાડ પડી રહી છે? હવે અઘરો લાગી રહ્યો છે સાચવવો, તો એને તોડવો જરૂરી નથી સાથે બેસીને ચર્ચા કરીને એને બચાવી શકાય છે. બસ પોતાનો અહમ્ બાજુ માં મૂકી ને થોડા નમી જાવ તો જીવન માં સાત રંગ ભરાઈ જશે ઇન્દ્રધનુષ જેવું જીવન લાગશે.
બસ જરૂર છે તો થોડી સમજણની સંબધં ને સમજવાની પછી જોવો જીવનમાં કેવા સરસ રંગો ભરાઈ જાય છે.
કોઈ એક ના નમવાથી જો સંબંધ રહી જાય તો આપણે જ શા માટે પહેલ ના કરવી જોઈએ,નમવાથી નાના નહિ થઈ જવાય હા પણ સોના જેવો સંબંધ બચી જશે. અહમ્ રાખવાથી કઈ નથી મળવાનું બસ એકલતા જ મળશે અને પોતાના લોકો થી દૂર થશો એના કરતાં વધુ સારું એ છે કે નમી જવું જેથી અફસોસ ના રહે કોઈ વાતનો કે આપણે કોઈ પ્રયત્ન નહોતો કર્યો.
બાકી આ નિક્સ તો પાગલ છે એની પાગલ પંતી પણ બધા ને ખબર છે બસ આ પાગલપન થી કોઈનું થોડું સારું થાય એ જ મારો આશય છે.એટલે મારા મનમાં જે વિચાર આવે એ હું તમને બધાને કહી દઉં છું મનમાં રાખીને કઈ વ્યાજ નથી મળવાનું હા એને જાહેર કરીશ તો ક્યાંક કોઈનું અટકતું કામ જરૂર પૂરું થશે.
©Niks