સામે હતાં શમણાં ને જોઈ શક્યા નહીં ,
ઈશારાઓ આંખના સમજી શક્યાં નહીં.
નહોતી તને તો મોહબ્બત જાણવાં છતાં,
એ મૌન જ રહ્યા સામું બોલી શક્યાં નહીં.
આભાર તારો એટલો તે મને શીખવ્યું છે,
ગયાં તમે એ રીતે આંસુ રોકી શક્યા નહીં.
નથી ખબર લગાવ કેમ તારી સાથે એટલો,
તમે હસતાં રહ્યાને અમે હસી શક્યાં નહીં.
પીડા ને પ્રેમ છે મારી સાથે કેટલો જો તો,
તમે શમણે આવ્યા અમે સુઈ શક્યાં નહીં.
કહે છે તું પણ તને ઘણાં ખરાં ઘા વાગ્યા ,
અમે એવાં વિધાયા કે બતાવી શક્યાં નહીં.
સબુત સાથે હું લખું છું માંગ જે તું પુરાવો,
દિલનાં તો ટુકડા થયાં કે જોડી શક્યાં નહીં.
લુહારિયા બળદેવ