નાનાં અમથાં નૈણમા ખુલ્લું આકાશ ધરીને આવ્યો છું,
નથી કહ્યામાં રહેતું દિલ એને ઘણું ધમકાવી આવ્યો છું.
કલ્પના વિસરાઈ નહીં ને મુસાફિર રાત આખી જાગ્યો,
સપનાંઓ ખુશીઓ ભણકારા બધું છોડીને આવ્યો છું.
દુનિયા મહેફિલ દિવાનગી હોય છે ક્ષણભર નો સાથી,
જીવવું થોડું ને તડપવુ ઘણું એ રસ્તો મુકીને આવ્યો છું.
ભક્તિ મારી ભૂલ કરે છે જે કદાપી મે ન વિચાર્યુ હોય,
એક પથ્થર માટે પથ્થર ને ખરું ખોટું કહી આવ્યો છું.
અવકાશ નથી કોઈ મિલનનો વાત અમને આવી નડશે,
નહીં થાય દરિયા તો ગાંડા અમાસ ને જોઈ આવ્યો છું.
દિવસે તમને દેખાય નહીં ને કે સમજાય નહીં આ પીડા,
રાત આખે આખી હું આંખને એ સમજાવી આવ્યો છું.
એમ તો કહે છે બધાં દોસ્તો કે પ્રેમમાં પ્રેમ જ મળે છે,
એક પરદેશીની પ્રિતમાં દર્દ ઉછીનું શોધી ને આવ્યો છું
લુહારિયા બળદેવ મહેસાણા
14/05/2021