આ કોઈ ગઝલ કે કાવ્ય નું બંધારણ નથી પણ અલગ અલગ મારા ગમતાં શેર રજું કરું છું કંઈ ભૂલ હોય તો જણાવજો.
વાત તારે કેમ જાણે કરવી નથી,
જાત મારી જોને હવે જપતી નથી.
ડરાવ તું મને ના અજીબ શબ્દો કહી,
આંખ મારી,યાદમાં તારી,કદી લુછી નથી.
પથ્થર થઈને કહું છું ચાલ્યાં જાઓ હવે છોડી,
ઘમંડ આગળ સમજ કદી મારી પોંહચી નથી.
પ્રેમ કર્યોં મે બસ તને જીંદગીભર ખુશ જોવા,
એટલે જ વાત મારાં દિલની કદી તને કહી નથી.
ઉદાસ જોઈને તમને એકલો રડું છું ને હું બળું છું,
વાત સાંભળી આજે મેં તારી ખુદને દોષી ઠરાવુ છું.
એટલું તો ચાહવું છું તને તારે કદી બદલાવું નહીં પડે,
જાતને તારાથી દુર કરી લઈશ હું તારે રડવું નહીં પડે.
ન આપ ઉદાહરણ કોઈનાં હવે મારાં પર ઓ દોસ્ત,
છોડી જઈશ ચાલ્યો જઈશ તારી હસી કાજ દોસ્ત.
LUHARIYA BALDEV