આત્મા નો વિકાસ એટલે શુ ?
આત્મિક પ્રગતિ નો એકજ માર્ગ છે કે પાછલી નિમ્ન યોનીઓમાં રહેતી વખતે જે કુસંસ્કારો ચેતના નાં મૂળિયા નાખી ને ધુસી ગયેલા છે. તેને દૂર કરી દૈવી પ્રવૃતિ ને અપનાવવા માં આવે .
ખેડૂત આવુંજ તો કરે છે..અગાઉ નાં પાક નાં મૂળીયા ખોદી ખોદી ને એક જગ્યાએ ભેગા કરી ને આગ લગાવી સળગાવી નાખે છે . આટલુ કર્યા પછી ખેતર ખેડે છે. ખાતર પાણી આપે છે. ત્યાર પછી જ બીજ વાવવાનું કાર્ય કરે છે. આ પહેલા બીજ ગમે તેમ બીજ નાખી દેવાની મુર્ખામી કરે તો સારો પાક પકવવાની આશા વ્યર્થનિવડેછે. આત્મસાધના પણ એવીજ ખેતી છે.જેમા સારો પાક મેળવવા માટે ખેડૂતની કલાકારીતા થી ઓછુ ચાલી શકેજ નહીં.
આત્મિક પ્રગતિ નું ભવન ચાર થાંભલા ઓની મદદ થી ઉભું છે . આ ચાર આધારભૂત પાયા ઓને (1)આત્મચિંતન (2) આત્મ સુધાર (3) આત્મનિર્માણ અને આત્મવિકાસ નાં નામથી આખાય છે. આ ચાર માંથી કોઈ એક ને છોડી દેવાથી પણ આગળ વધી શકાતું નથી.
(1) આત્મચિંતન નો અર્થ આત્મ સમીક્ષા
આત્મચિંતન નો પોતાનાં ગુણકર્મ અને સ્વભાવ ની કડકાઈથી સમીક્ષા કરવી પડે છે . કે તેમા આત્મા ને દીન બનાવનારા તત્ત્વો તો પ્રવેશી ગયા નથી ને ? તેમને એક એક કરી ને શોધી કાઢવા અને ભગાડી દેવાનો પ્રયાસ કરવો એ જ આત્મચિંતન.
(2) આત્મ સુધાર - ઇન્દ્રિયોનું દમન કરવાં છતાં મરતી નથી. આવી સ્થિતિ માં દ્રઢતા રાખી ઇન્દ્રિયો પર કાબુ મેળવી મનમાં વૈરાગ્ય ની ભાવના જગાડતા રહેવું. પ્રચલિત ઢાંચો માં પરિવર્તન કરવાનું જ બીજુ નામ તપ તિતિક્ષા છે. આ બીજુ પગથિયું ચઢવાથી પ્રગતિ નું પૈંડુ ગતિશીલ થઈ જાય છે.