173મહાભારતના 18 દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમરને
80 વર્ષ જેટલી બનાવી દીધી હતી.
શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ
શહેરમાં ચારે બાજુ વિધવા સ્ત્રીઓનો દબદબો જોવા મળી રહ્યો હતો.
જવલ્લે જ કોઈ એકાદ પુરુષ જોવા મળી રહેતો.
અનાથ બાળકો અહીં તહીં રખડતાં જોવા મળી રહ્યાં હતાં અને તે બધાયનાં આ મહારાણી ...
દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં શાંત ચિત્તે બેસીને ઘોર નિરવતાને નિહાળી રહ્યાં હતાં.
એવામાં જ ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીના ઓરડામાં દાખલ થયા.
દ્રૌપદી શ્રીકૃષ્ણ ને જોતાં જ દોડીને અને તેમને બાઝી પડી. શ્રીકૃષ્ણ તેના માથે હાથ ફેરવતા રહ્યા અને તેના મનનો ભાર હળવો કરવા તેને રડવા દીધી.
થોડી વાર પછી, પ્રભુએ તેને પોતાનાથી અલગ કરીને પાસેના પલંગમાં બેસાડી.
દ્રૌપદી : આ બધું શું થઈ ગયું, મિત્ર ? ?
           આવું તો મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.
કૃષ્ણ : ભાગ્ય અતિ ક્રૂર હોય છે પાંચાલી ...
          તે આપણા વિચારો ને અનુરૂપ થઈને નથી
          ચાલતું. તે આપણાં જ કર્મોને પરિણામમાં
          બદલી નાખે છે.
          તું તો બદલો લેવા ચાહતી હતી અને તું સફળ
          પણ થઈ, દ્રૌપદી !
          તારી બદલાની ભાવના પૂર્ણ થઈ ...
          માત્ર દૂર્યોધન કે દુશાસન જ નહીં, પરંતુ બધા
          જ કૌરવો નાશ પામ્યા.
          તારે તો ખુશ થવું જોઈએ.
દ્રૌપદી : મિત્ર, આપ મારા દિલના ઘાવને મટાડવા
           આવ્યા છો કે પછી તેના પર મીઠું 
           ભભરાવવા.
કૃષ્ણ : ના દ્રૌપદી, હું તો તને જીવનની વાસ્તવિકતાનાં
         દર્શન કરાવવા આવ્યો છું
         આપણા કર્મોના પરિણામને આપણે દૂર સુધી
         ભાળી નથી શકતા અને જ્યારે તે આપણી
          સમક્ષ આવીને ઊભા રહી જાય છે ત્યારે
          આપણા હાથમાં કંઈ નથી આવતું. સિવાય
          ઘોર નિરાશાને અજંપો.
દ્રૌપદી : તેથી શું, આ યુદ્ધ માટે સંપૂર્ણ રીતે હું પોતે જ
           જવાબદાર છું કૃષ્ણ ?
કૃષ્ણ : નહીં દ્રૌપદી તું પોતાને એટલી મહત્વપૂર્ણ ના
          સમજતી, પરંતુ તેં તારા કર્મોમાં થોડું ધ્યાન
          રાખ્યું હોત તો તને આટલું દુઃખ કદી ના થાત.
દ્રૌપદી : હું શું કરી શકતી હતી કૃષ્ણ ?
કૃષણ : તું ઘણું બધું કરી શકતી હતી.
           જ્યારે તારો સ્વયંવર થયો ...
           ત્યારે તેં કર્ણનું અપમાન ન કર્યું હોત અને તેને
           આ અવસરમાં ભાગ લેવા માટે મોકો આપ્યો
           હોત તો, કદાચ પરિણામ કંઈક અલગ જ
           હોત.
           
           આ પછી જ્યારે કુંતામાતાએ તને પાંચ
           પતિની પત્ની થવા આદેશ કર્યો ...
           ત્યારે તેં એનો સ્વીકાર ના કર્યો હોત તો, તેનું
           પરિણામ કંઈક અલગ જ હોત
            અને તેના પછી 
            તેં તારા પોતાના મહેલમાં દૂર્યોધનનુ અપમાન
            કરતાં કહેલું કે ... 
            "આંધળીના પુત્રો આંધળા જ હોય છે."
             આવું ના બોલી હોત તો તારું 'વસ્ત્રાહરણ'
             ના થયું હોત અને ત્યારે પણ પરિસ્થિતિ જ
             કંઈક અલગ હોત.
             "આપણા શબ્દો પણ આપણું કર્મ બને છે."
             દ્રૌપદી ... આપણે "આપણા દરેક શબ્દને
             ઉચ્ચારતા પહેલાં તેને વિચારી લેવો ઘણો
             જ જરુરી છે."
             નહીંતર તેનો અંજામ માત્ર બોલનાર પોતાને
             જ નહીં ... પોતાના સમસ્ત પરિવારને,
             સમાજને કે દેશને દુ:ખી કરી શકે છે.
સમગ્ર સંસારમાં મનુષ્ય જ એક એવું પ્રાણી છે ...
જેનું "વિષ (ઝેર)" તે 'દાંત'માં નથી પણ 'શબ્દો'માં છે.
માટે જ શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ.
એવા શબ્દોનો પ્રયોગ કરો કે જેથી કોઈની ભાવનાને ધક્કો (ઠેસ)ના લાગે ...
કારણ કે મહાભારત આપણી અંદર જ છુપાયેલું છે.
**********************************
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'. સુરત (વીરસદ).
મોબાઈલ : 87804 20985.
**********************************