આપણે એવું વિચારીએ યાર જોને કાલે તો કેવું થયું મારી સાથે બકવાસ દિવસ ગયો,એવું નથી લાગતું કે એ વિચારીને આપણે આજ પણ ખરાબ કરી રહ્યાં છીએ.
એક એક દિવસ માંડ માંડ મળે છે,જીવવા માટે તો કેમ ભૂતકાળને વાગોળીને દુઃખી થવું એના કરતાં આજે જે છે,જે હયાત છે એની સાથે મન ભરી ને જીવી લેવું બીજા દિવસે અફસોસના રહે કે કાલ કેવી રીતે જીવવું મારા હાથમાં હતું પણ કઈ કર્યું નહીં, તો ભૂતકાળને વાગોળવા કરતાં આજને સારી રીતે જીવી લો અને ભવિષ્યની ચિંતા નહીં કરવાની.
કાલનો દિવસ ખરાબ ગયો હોય તો એના વિશે વિચારીને આજ ના બગાડો,કાલ ને તો તમે નથી બદલી શકવાના હા આજને સુધારવી આપણા હાથ માં છે તો કેમ જૂના વિચારો યાદ કરીને હેરાન થવું દુઃખી થવું એના કરતાં કઈક નવું કરીએ જેથી આજ તો સારી જાય અને એના પ્રભાવ થી આવનારી કાલ પણ સારી બની.
©Niks