અવકાશ જ અવકાશ છે, બોલ, તારે મારું શું કામ છે? મમ્મી તું પણ ખરી છે, તારી કોઈને કોઈ ફરમાઈશ ચાલુ જ હોય છે. આ કામ કરી આપ, આ લઈ આવ, આને ત્યાં જા, આમ જ કરવાનું, આમ જ બેસવાનું.. મારી કોઈ ચોઇસ જ નહી. તમે કહો એમ જ કરવાનું અને એમ જ થવું જોઈએ. તમારું કામ હોય એટલે અવકાશ તો મારે રાખવો જોઈએ ભલે હું કોઈ કામમાં બીજી હોવું.
હર ઘરમાં મમ્મી અને દીકરી વચ્ચે ચડભડ ચાલતી જ હોય.
આજે નંદિની અને મમ્મી લતાબેન વચ્ચે ખુબજ મીઠો ઝઘડો થયો આ બાબતે.
નંદિની એ કહ્યું મમ્મી આ શું ? તને નાની આવું કરતા હતા ? ના બેટા, તારી નાની મને કંઇજ કહેતા નહોતા. નાનાની હું ખુબજ લાડકી હતી.. ઘરકામ મારે બિલકુલ નહિ કરવાનું એવો ઓર્ડર હતો. જો ભૂલેચૂકે હું કરું તો ઘરમાં બધાનું આવી બને, કેમ કામ કરાવ્યું ?
નાની કહેતા પણ ખરા, રાખો રાજકુમારીની જેમ, સાસરે જસે ત્યારે ખબર પડશે, કામ એટલે શું ?
પૈસાદાર ઘર જોયું, નોકરચાકર નો જમેલો જોયો, અઢળક સુખ સાયબી હતી, કાળની ગતિને કોણ પામી શક્યું છે. સુખ સાયબી પણ એક નાશવંત જ છે. જ્યાં રૂપિયાની છોળો ઊડતી હતી ત્યાં હવે ખાવાનાં સાંસા પડવા લાગ્યા. માંડ માંડ કરીને બે છેડા ભેગા થતા. પપ્પા તારા મહેનતુ હતા આટલી સંપતિ હોવા છતા, નોકરચાકર હોવા છતાં પોતાનું કામ જાતે કરતાં, કંઈક નવું શીખવા હંમેશા તત્પર રહેતાં. કામ જ કામને શીખવે છે બેટા. મને કંઈ પણ કામ આવડતું નહતું. તારા પપ્પાએ મને દરેક કામ શીખવ્યું. ફરી મહેનત કરી અમે સંપતિ કમાયા, આબરૂ જાળવી રાખી. હું તને એટલે જ કહ્યા કરું છું કામ માટે જેથી કરીને મને જે તકલીફ પડી જિંદગીમાં, તે તને નાં પડે. અવકાશ મળે ત્યારે નવું શીખવાની ધગશ રાખવી જે જીવનમાં ક્યારેક તો કામ લાગે છે. અવકાશ મળે ત્યારે શારીરિક કે માનસિક શ્રમ ચાલુ જ રાખવો.આરામ હરામ છે સમજી.
નંદિની આજે ખૂબ વ્હાલથી મમ્મીને ભેટી પડી. જિંદગીનો અમૂલ્ય પાઠ શીખવ્યા.