નગ્નતા.. ધૃણા ઉપજાવે એવો શબ્દ. સભ્ય ના કહી શકાય એવો અસભ્ય ઉદગાર... નકરી વાસના જ દેખાય છે આ શબ્દ માં... નગ્નતા... છી છી છી કરીને દૂર ભાગનાર સભ્ય સમાજ ના વ્યક્તિ માટે શું આ ખરેખર એટલો અસભ્ય શબ્દ છે?
વ્યવહાર કુશળ એવા મારા એક મિત્ર ને મેં આજે પૂછી જ લીધું કે ભાઈ આ નગ્નતા શબ્દ એટલો બધો ખરાબ છે કે એને જાહેર માં બોલવાથી આપણને શરમાવું પડે? તો મારા મિત્ર નો એક જ જવાબ મને મળ્યો અને કદાચ એ મને બહુ જ સાચો લાગ્યો.....
એમનું કહેવું એટલું જ હતું કે નગ્નતા એટલે જેને કોઈ આવરણ નથી કે જેને કંઈ ઢાંકવા ની જરૂર નથી એ નગ્નતા. જેવું છે એવું પ્રત્યક્ષ જોવું...
આટલો સીધો અને સરળ જો અર્થ છે તો પછી શરમ કે ધૃણા કેમ?
હા કદાચ આવરણ વગર નો શબ્દ છે એટલે કદાચ હોય શકે કેમ કે આપણ ને આવરણ ની જરૂર છે. આપણ ને આડંબર ની જરૂર છે. જેવું છે એવું નહીં પણ એને મોડીફાય કરીને સ્વીકારવાની ટેવ પડી ગઈ છે.. જેમ કબજિયાત ના દર્દી ને ગમે એટલું સારું ભોજન પીરસાય પણ તોય એને જેમ ચૂર્ણ લેવું પડે એમ જ આપણા સમાજ મેં આ બધા આડંબરો નું અને ઢાંકણ નું ચૂર્ણ લેવું પડે છે, કેમ કે વાસ્તવિકતા ને એટલે કે નગ્નતા ને સહન કરવાની તાકાત નથી, અપચો થઈ જાય જો જેવું છે એવું સ્વીકારી લે તો.. અને હા કદાચ ઢાંકણ જ આપણને ઊર્મિઓ જગાડે છે કે લાય ને જોવા દે ને અંદર શુ હશે? કેવું હશે? વિસ્તારમાં સમજવામાં તમે કે સમજાવા માં હજુ હું કાચો છું કેમકે આ સમાજ નો હું હિસ્સો છું. હું ઓશો નથી બની શકતો કે ના મહાવીર બની શકું છું. મને હજુ ઘણી બધી જવાબદારીઓ એ રોકી રાખ્યો છે, જકડી રાખ્યો છે કે હું સત્ય ને ના વળગી પડું કે મારા શબ્દો ને સત્ય માની ને કોઈ બીજો મારા રસ્તે ના ચાલી નીકળે.. વિશાળ શબ્દ ને સમજ્યા પછી મને ખરેખર નગ્નતા જ સત્ય પ્રતીત થાય છે પણ શું કરું હું પણ બંધાયેલ છું એ આડંબર માં, એ ઢાંકણ માં....... ક્રાંતિકારી વિચારધારા ને દેશદ્રોહ કે પછી અસામાજિક તત્વ માં નાખીને એના વિચારો ને સ્પષ્ટ પણે ફાંસી આપવામાં આવે છે.. હું એ મોચડે ચડવા તો તૈયાર છું પણ કોના માટે ચડું એ પ્રશ્નાર્થ ચિન્હ છે......
ડો.સંજય જોષી"અંતિમ"