મિત્રો,તમને શું લાગે છે કે અત્યારના લગ્ન પ્રસંગ ની શું વિશેષતા હશે? જ્યારે આ પ્રશ્ન કોઈ આમ ભારતીય ને પૂછશો તો એ કહશે કે ભાઈ કોરોના તો આવે ને જાય એમાં પ્રસંગ માણવા નું થોડું છોડી દેવાઈ.ઘરમાં પ્રસંગ તો ક્યારેક આવે ને કોરોના તો કાળ બની ને આવ્યો છે ને ફેવિકોલ ની જેમ ચિપક્યો છે ભાઈ પડ્યા એવા દેવાશે, આપણે મજા કરો..મારી જ વાત કરું તો બહેન ના દીકરા ના લગ્ન ને એમાં પણ કુટુંબ નો પહેલો છોકરો ઘોડે ચડવાનો હતો ને તારીખ ૨૧,૨૨,૨૩ આવી ઘરમાં મચી ગઇ બબાલ.પતિદેવ નો સખત વિરોધ નથી જવાનું મતલબ ક્યાંય નહિ,તને કોરોના થઈ જશે એવી બીક છે.એકતો તારી immunity વિક છે બીમાર પાડીશ તો શું કરશું? ..ગુજરાતી સ્ત્રીઓને પિયર જવાની નાં થાય તો ઘરમાં ધરતીકંપ આવી જાય કેમકે પિયર માટે સ્ત્રી અને પિયર વાળા એની દીકરી માટે પાગલ હોય છે.વળી પ્રસંગ ને મહિના ની વાર હોય ત્યારથી સવાર સાંજ ફોનાફોની ચાલુ થઈ જાય છે.એટલે પતિવ્રતા પત્ની હોય તો પણ એ પતિની દરેક વાત માની લેશે પણ પિયર ના પ્રસંગ વાળી વાતમાં સાથ નહિ આપે..મારા ઘરમાં પણ આવું જ કંઈક થયું પતિદેવ ખૂબ કોરોના થી ડરતા હતા પણ નામ મારું આપતા હતા કે તને ભય માં મુકવા નથી માગતો.અંતે જેવું દરેક ગુજરાતી પરિવારમાં થાય છે એવું જ થયું અમે વાજતે ગાજતે ગમેતેમ કરી ચાર દિવસ નો પ્રસંગ
માણી ઘરે આવ્યા ને...બોલો પછી શું થયું હશે? ઓહો!!!વધારે નહિ વિચારવાનું,કોરોના નો નિયમ છે કે "જો ડર ગયા સમજો પકડ લિયા" બસ એવું જ થયું પતિદેવ ખુદ કોરોના નો શિકાર થઈ ગયા ને બે દિવસમાં સજા પણ થઈ ગયા ને બોલ્યાં કે, " મને સમજાય ગયું કે કોરોના તો લાઈફ ટાઈમ રહેવાનો છે એનાથી જીવવા નું થોડું છોડી દેવાઈ છે,..." હું ને મારો દીકરો ખડખડાટ હસવા લાગ્યા..