અત્યારે હોળીના પવિત્ર દિવસ ની રાતે જ્યારે હોળી વિશે લખું છું ત્યારે આખા દિવસ નો ખૂબ આનંદથી ભરપુર દિવસ હવે આવતા વર્ષે આવશે એનો થોડોઘણો રંજ છે. મિત્રો,આખા દિવસમાં કલરિંગ ચહેરાઓ પર હાસ્ય સાથે આવતા આવજો " પ્લીઝ,મને થોડોક જ કલર લગાવજો હો મને સ્કિન એલર્જી છે...અરે!!!આવું નહિ કરવાનુ,કલર લગાવતા પહેલા પૂછો કોઈને,દરવાજો ખોલો હું છું,તમને કોઈ મારી નથી નાખવાના આટલા બધા શું બીવો છો કલરથી, તું મને રંગીશ તો તારુ તો આવી જ બનશે."વગેરે જેવા વાક્યો વાતાવરણ માં ઘણા દિવસો સુધી ગુંજ્યા કરતા હોય છે.હું તો માનું છું કે હોળી ધુળેટી પર્વ સમજાવે છે કે જીવન એ બધા રંગોથી ભરપુર હોય છે, નવ કલર મતલબ ખિલખિલાટ ભર્યું નવજીવન,એટલે તો હોળી ધૂળેટીમાં બાળક થી લઈને વૃદ્ધ બધાજ ખૂબ રંગો ઉડાડીને બોલે છે," બુરા મત માનો હોળી હે" હોળી ધુળેટી મતલબ મજાક મસ્તીનો ભરપુર ખુશીઓનો દિવસ છે. હું તો આજ ખૂબ રંગોથી રમીને એન્જોય કર્યું,ભાઈ ખુશીઓના દિવસો વર્ષે એકવાર જ આવે છે.તમે હોળી ધુળેટી રમ્યા કે નહિ...