કોઈને વધારે મહત્વ આપવામાં આવે તો એ તમારી વેલ્યુ ભૂલી જાય છે,અને પોતાને તમારી સમકક્ષ નથી સમજતાં ત્યારે એ એમની સમકક્ષ બીજી વ્યક્તિને શોધે છે.ત્યારે તમારા પ્રેમની વેલ્યુ ઝીરો થઈ જાય છે,તો જેને પ્રેમ કરો છો એને તમારા સ્વાભિમાનથી વધુ ઉપરનો દરજ્જો ક્યારેય ના આપવો જેથી તમારું મહત્વ જળવાઈ રહે બાકી પ્રેમમાં ના કોઈ ઉપર હોય છે ના કોઈ નીચે ના કોઈ પ્રકારની વેલ્યુ હોય છે,પણ જ્યારે પ્રેમ એક તરફી હોય ત્યારે તમારા પ્રેમની વેલ્યુ સામેવાળી વ્યક્તિને નથી હોતી તો એને તમારી આ કમજોરી નહીં જતાવવાની. જ્યારે તમારી આ કમજોરી એને ખબર પડી જશે ત્યારે એ ફક્ત ટાઈમ પાસ માટે તમારો ઉપયોગ કરશે અને પ્રેમ તો એને ક્યારેય તમારી સાથે હતો નહીં અને એ કરશે પણ નહીં, તો શું કરવું? પોતાના સ્વાભિમાનને માળીયે મૂકીને એને પ્રેમ કરો પણ જ્યારે એ મતલબી થાય ત્યારે જરૂર સ્વાભિમાનને વચ્ચે લાવો.
પ્રેમ માટે ક્યારેય અભિમાન વચ્ચે નથી આવતું ના ક્યારેય પામવાનું આવે છે, પણ જ્યારે તમારો ફાયદો ઉઠાવાતો હોય ત્યારે બધા નિયમો બાજુ પર મૂકીને પોતાને સાબિત કરવું પડે છે.
પ્રેમમાં પાગલ થવાય પણ પાગલ થઈને અસ્તિત્વનાં ખોવાય.
©Niks