આજ ના યુગની મોટા માં મોટી સમસ્યા એ છે કે માણસ ખુદ પોતાની માટે જીવે છે.માણસ નું મનમાં અહંકારે કાયમી વસવાટ કરી લીધો છે. એક કહેવત છે "મન મારી ને જીવું ને મન જીતી ને હારુ" આ કહેવત અત્યારે ચાલી રહેલા યુદ્ધ માં યુક્રેન ના પ્રમુખ માટે એકદમ ફિટ બેસે છે. એ જાણતા હતા કે એની નાટોમાં ભળવાની જીદ ને કારણે યુદ્ધ થશે.યુ એસ & કંપની યુક્રેન ને નાટો માં ભેળવી ને રશિયા ની સુપર પાવર બનવાની હોડ ને રોકવા માગતું હતું.યુક્રેન એ રશિયા નો પડોશી દેશ છે, યુક્રેન નાટો માં ભળી જાય તો યુએસ એ યુક્રેન ની જમીનનો ઉપયોગ કરી ત્યાં પોતાના હથિયાર થી લઈને સૈન્ય પણ ઉતારી શકે ને નાટો ના સભ્ય દેશો સાથે મળી ને રશિયા ની તાકત ઓછી કરી શકે જેથી દુનિયામાં યુએસ સિવાઈ કોઈ સુપર પાવર ના બની શકે.તમે વિચારતા હશો કે આવું બધું તો દરરોજ ટીવી ન્યૂઝ ચેનલો માં આવે છે તો એમાં શું નવું છે? મિત્રો, આ બધા બબાલમાં યુક્રેન ને શું મળશે? શું યુક્રેન નાટો નો સભ્ય બન્યો પછી એ ખુદ પરતંત્ર નહિ બની જાય? દુનિયાના દેશો માટે રશિયા ના આર્થિક વ્યવહાર બંધ કરવાના બદલે બન્ને દેશો વચ્ચે મધ્યસ્થી બની ને યુદ્ધ ને રોકવાનો પ્રયત્ન કરવો જરૂરી નહતો. સામન્ય રીતે દરિયામાં નાની માછલીઓ મોટી માછલીઓનો શિકાર સરળતાથી થતી જોવા મળે છે.યુક્રેન જેવા નાનકડા વિકાસશીલ દેશ ને માટે શું જરૂરી છે? યુધ્ધ કે દેશના નાગરિકોનું શાંતિમય અને આનંદિત જીવન..કોઈપણ વ્યક્તિ એ બીજા નંબર નું ઓપ્શન જ વિચારશે.યુક્રેનના પ્રમુખ જાણતા હતા કે પોતે કરેલા નિર્ણય ને કારણે રશિયા સાથે યુદ્ધ દશેને આ આગમાં આખો દેશ સળગશે ને રશિયા યુક્રેનની ઇટ થી ઇટ બજાવી દેશે.અત્યારે થઈ પણ એવું જ રહ્યું છે.સ્ત્રીઓ, બાળકો વગેરે યુક્રેન ના મુખામિભર્યા સાહસ ને કારણે હોમાઈ ગયા છે. રશિયા દ્વારા કદાચ રાસાયણિક બોમ્બ દ્વારા હુમલો થશે ત્યારે યુક્રેનની દશા શું થશે? મિત્રો,મારું તો મનવું છે કે યુદ્ધ એ છેલ્લામાં છેલ્લો વિકલ્પ હોય છે.કોઈપણ દેશનો શાસક જ્યારે પોતાને દેશ કરતાં વધારે માનવા લાગે છે ત્યારે એનો અહકરી થી ભરપુર નિર્ણય દેશના પતન નું કારણ બને છે.